ડી.આઇ.જી.પી. અશોક કુમાર યાદવ તથા મ્હે. એસ.પી.જયપાલસિહ રાઠોડની સુચના અને પાલીતાણા વિભાગ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ પ્રોહી બીશન ના ગુના મા અટકાયત થયેલ ઇસમો વિરૂધ્ધ પાસા એકટ હેઠળ પગલા લેવા સુચના કરતા વલ્લભીપુર પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ એમ.ડી.મકવાણા એ હરપાલસિહ ઉર્ફે હરૂભા ભરતસિહ વાળા ઉવ.૨૮ રહે,નીંગાળા તા.ગઢડા, ક્રીપાલસિહ ભગુભા વાળા ઉવ.૨૬ રહે,નીંગાળા તા.ગઢડા વાળા ઓ વિરૂધ્ધ મા અલગ અલગ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જે દરખાસ્ત કલેકટર તરફથી મંજુર થતા આજરોજ વલ્લભીપુર પો.સ્ટે. ના પો.સબ.ઈન્સ એમ.ડી.મકવાણા તથા હેડકોન્સ પુથુભા રાયજાદા તથા પો.કોન્સ ભગવાનભાઇ સાંબડ, અમીતકુમાર મકવાણા, એસ.ઓ.જી. સ્ટાફના જગદીશભાઇ મારૂ, હેડકોન્સ હરેશભાઇ ઉલવા, હારીતસિહ ચૌહાણ સહિત સ્ટાફ ના માણસો એ ટીમ બનાવી ઉપરોકત બંને આરોપી ઓને અટકાયત મા લઇ નં.૧ ને મધ્યસ્થજેલ લાજપોર સુરત તથા નં.૨ ને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલવા તજવીજ કરેલ છે.