કેટરીના કેફ અને વિકી કૌશલ વચ્ચે હાલના દિવસોમાં સંબંધ મજબુત બની રહ્યા છે. બીજી બાજુ હરલીન અને વિકી કોશલ વચ્ચેના સંબંધ તુટી ગયા હોવાના હેવાલ મળ્યા છે. થોડાક સમય પહેલા સુધી વિકી અને હરલીન એકબીજાના પ્રેમમાં હોવાની વાત કરી રહ્યા હતા. જો કે હવે તેમની વચ્ચે સંબંધ ખરાબ થઇ રહ્યા છે. હરલીને હવે વિકીને ઇસ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો હોવાના હેવાલ મળ્યા છે. કેટરીના કેફના કારણે તેમની વચ્ચે સંબંધોમાં તિરાડ આવી છે. હાલમાં જ કરણ જોહરના એક શો દરમિયાન કેટરીના કેફે કહ્યુ હતુ કે તે વિકી સાથે ફિલ્મ કરવા માટે ઉત્સુક છે. જ્યારે વિકી કોશલને કરણ દ્વારા વાત કરવામાં આવી ત્યારે તે હેરાન થઇ ગયો હતો. તે કેટરીનાને પસંદ કરે છે તે બાબત તો પહેલાથી જ જાહેર થઇ ચુકી છે. હવે નવા સમાચાર એ છે કે કેટરીના કેફ વિકી કોશલને ખુબ પસંદ કરે છે. વિકીના એક નજીકના સોર્સે કહ્યુ છે કે કેટરીના કેફ અને વિકી હવે મજબુત મિત્રો બની ચુક્યા છે. બંને ચેટિંગમાં વ્યસ્ત રહે છે. બંનેની એક બીજા સાથે વાતચીતનો ચાલતી રહે છે. ટુંક સમયમાં જ કોઇ નિર્માતા નિર્દેશક બંનેને સાથે લઇને કોઇ ફિલ્મ બનાવવા માટેની જાહેરાત કરે તેવી શક્યતા છે. વિકી કોશલ હાલમાં બોલિવુડમાં સારી માંગ ધરાવતો સ્ટાર તરીકે ઉભર્યો છે. તેની ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. આ ફિલ્મ ૨૦૦ કરોડથી વધારેની કમાણી કરી ચુકી છે. ફિલ્મની ચારેબાજુ પ્રશંસા કરવામાં આવી રહી છે. બીજી બાજુ કેટરીના કેફ હાલમાં ફ્લોપ સાબિત થઇ રહી છે. સાથે સાથે તેની પાસે કોઇ મોટી ફિલ્મ ભારત સિવાય દેખાઇ રહી નથી. સલમાન ખાન સાથે ભારત ફિલ્મને લઇને તે આશાવાદી છે. જો કે આ ફિલ્મ સલમાન ખાનની હોવાથી સુપરહિટ થવાની ગેરંટી પણ છે. જો કે કેટરીના કેફને હજુ વધારે હિટ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે.