બોલિવુડમાં સાહસી અને બોલ્ડ અભિનેત્રી તરીકે ગણાતી કંગના રાણાવતે ફરી એકવાર ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.
આ વખતે કંગના રાણાવતે પોતાના સંઘર્ષના દિવસોની યાદ અપાવતા કહ્યુ છે કે પહલાજ નિહલાનીની ફિલ્મમાં કામ કરવા માટે તેને એક વખતે અંડરગારમેન્ટસ વગર પોઝ આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. બોલિવુડની અનેક અંદરની વાતો કેટલીક વખત જાહેર કરી ચુકેલી કંગનાએ હવે વધુ ધડાકો કરીને બોલિવુડમાં નિર્માતા નિર્દેશકોની ઉંઘ હરામ કરી દીધી છે. કંગનાએ પોતાના શરૂઆતના દિવસોની વાત કરી છે.
એ વખતે ધ્યાનમાં આવ્યુ કે ઘરના લોકો તેને બોલિવુડમાં પ્રવેશ ન કરવા માટે કેમ કહી રહ્યા હતા. કંગનાએ કહ્યુ છે કે સંઘર્ષના ગાળા દરમિયાન કંગના રાણાવતને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એ વખતે એક ફિલ્મમાં તેને સોફ્ટ પોર્ન રોલની ઓફર કરવામાં આવી હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે હિમાચલ પ્રદેશમાં એક મિડલ ક્લાસ પરિવાર સાથે જોડાયેલી કંગના રાણાવત માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ બોલિવુડમાં આવી હતી. ફિલ્મ ઉદ્યોગમાં આવીને તેને ખુબ મહેનત કરવી પડી હતી. કંગનાએ શરૂઆતના દિવસોની યાદ અપાવતા કહ્યુ છે કે પહલાજ નિહલાનીએ તેમને એક ફિલ્મની ઓફર કરી હતી. આ ફિલ્મ માટે તેને ફોટોશુટ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. જેના માટે તેને ઘુટણ સુધી કપડા આપવામાં આવ્યા હતા. જે તેને અંડરગારમેન્ટસ વગર પહેરવા માટે કહેવામાં આવ્યુ હતુ.
આ કપડામાં તેને ગર્લ પોઝ આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. ફિલ્મમાં તેને એક યંગ યુવતિની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. જે મિડલ એજ બોસ પ્રત્યે લસ્ટ હોય છે. કંગનાએ કહ્યુ હતુ કે આ રોલ સોફ્ટ પોર્ન જેવો રાખવામાં આવ્યો હતો. કંગનાએ કહ્યુ હરતુ કે તેને ધ્યાન આવી ગયુ હતુ કે તે આ પ્રકારની ભૂમિકા અદા કરી શકે તેમ નથી. કંગના રાણાવતે આ ફિલ્મ અડવચ્ચે છોડી દીધી હતી.