બાપુ નોલેજ ખાતે સોલાર ફોટો વોલ્ટેઈક સિસ્ટમઃ ડિઝાઈન એન્ડ અસ્ટોલેશન વિષય પર વર્ષશોપ યોજાયો

560

ગાંધીનગર – માણસા હાઈવે પર આવેલા બાપુ ગુજરાત નોલેજ વિલેજ કેમ્પસની સંલગ્ન સંસ્થા શંકરસિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં ગુજકોષ્ટના સહયોગથી સોલાર ફોટો વોલ્ટેઈક સિસ્ટમઃ ડિઝાઈન એન્ડ અસ્ટોલેશન વિષય પર ર૭ માર્ચ થી ર૯ માર્ચ ર૦૧૯  દરમિયાન ત્રણ દિવસનો વર્ષશોપ યોજાયો હતો. એનર્જીના કુદરતી સોર્સને રિસોર્સ તરીકે રૂપાંતર કરવાના હેતુથી યોજાયેલ આ વર્કશોપમાં ઈલેકટ્રીકલ બ્રાન્ચના ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લઈ સોલાર એનર્જી સોર્સને રિસોર્સમાં કેવી રીતે રૂપાંતર કરવો અને સોલાર એનર્જીનું શુ મહત્વ છે તથા સોલાર પી. વી. સિસ્ટમ, સોલાર રૂફટોપ સિસ્ટમ, હાલમાં કાર્યરત સોલાર પ્રોજેકટ વગેરેની માહિતી વકતવ્ય પ્રશ્નોત્તરી, ફિલ્ડ વિઝિટ વગેરેના માધ્યમથી મેળવી હતી.

Previous articleસેંસેક્સ ૧૨૭ પોઇન્ટ ઉછળીને બંધ
Next articleહિંમતનગરની હાથમતી નદીના પટમાંના પાણીના ટાંકામાંથી યુવકની લાશ મળી