સ્ટેટ પોલિસી હેઠળ આતંકવાદનો ઉપયોગ કરનાર પાકિસ્તાનને આજે મોટો ફટકો પડ્યો હતો. એકબાજુ સંયુક્ત રાષ્ટ્રે ટેરર ફંડિંગની સામે એક પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો છે. બીજી તરફ અમેરિકી સાંસદ સ્કોટ પેરીએ સંસદમાં પાકિસ્તાનની સામે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં આતંકવાદી અડ્ડાઓને ફુંકી મારવાની માંગ કરવામાં આવી છે. અમેરિકી સાંસદ સ્કોટ પેરીએ સંસદમાં પાકિસ્તાનની સામે પ્રસ્તાવ રજૂ કર્યો છે. પ્રસ્તાવમાં પુલવામા આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી છે. પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓને ફૂંકી મારવાની માંગ કરવામાં આવી છે. પ્રસ્તાવમાં પાકિસ્તાન ઉપર આતંકવાદીઓને આશરો આપવા માટે દોષિત ગણીને તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અમેરિકી પ્રતિનિધિ ગૃહમાં રિપબ્લિકન સાંસદ સ્કોટ પેરી દ્વારા મુકવામાં આવેલા પ્રસ્તાવમાં આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશના આત્મઘાતી બોંબર દ્વારા આ હુમલો કરાયો હતો.
૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરાયેલા આ હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા. પ્રસ્તાવને રજૂ કર્યા બાદ પેરીએ કહ્યું હતું કે, પાકિસ્તાન સરકારને હવે જવાબદાર ઠેરવવાનો સમય આવી ગયો છે. ત્રાસવાદના મોરચા પર પાકિસ્તાનની મુશ્કેલી હવે દિન પ્રતિદિન વધી રહી છે. પુલવામાં હુમલામાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદની સંડોવણી ખુલ્યા બાદ અને ભારત દ્વારા આ હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા બાદ પાકિસ્તાન વૈશ્વિક મોરચા પર અલગ પડી ગયુ છે. ભારતની સાથે અમેરિકા, ફ્રાન્સ સહિતના દેશો દેખાઇ રહ્યા છે. જેના ભાગરૂપે પાકિસ્તાનની અનેતેની મદદ કરનાર ચીનની મુશ્કેલી વૈશ્વિક મંચો પર ખરાબ થઇ રહી છે. તેમના ખતરનાક વલણનો હવે વિશ્વ સમક્ષ પર્દાફાશ થયો છે. પાકિસ્તાનને આજે વધુ બે મોટા ફટકા પડ્યા હતા. કારણ કે એકબાજુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ટેરર ફંડિંગને લઇને એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જેના પર ચર્ચા કરવામાં આવ્યા બાદ કઠોર નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે. ચીને જેશના લીડર મસુદ અઝહરને વીટોનો ઉપયોગ કરીને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાથી હાલમાં બચાવી લીધા બાદ તેની મુશ્કેલી પણ વધી રહી છે. મસુદના મુદ્દા પર અમેરિકા પણ હવે આક્રમક બન્યુ છે અને ચીને જે રીતે વલણ અપનાવ્યુ તેની નિંદા કરી છે. અમેરિકાના વધતા જતા દબાણના કારણે આગામી દિવસોમાં પાકિસ્તાનની હાલત વધારે કફોડી બની શકે છે. અમેરિકી સંસદમાં પણ પાકિસ્તાનની સામે હવે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પાકિસ્તાન પર ત્રાસવાદીઓ સામે વધારે કાર્યવાહી કરવા અને તેની આર્થિક મદદ રોકવાની રજૂઆત કરવામાં આવી રહી છે. ભારતના દબાણના કારણે આ તમામ બાબતો શક્ય દેખાઇ રહી છે. અત્રે નોંધનીય છે કે હાલમાં ચીને મસુદના મામલે અલગ વલણ અપનાવીને વૈશ્વિક દેશોને ચોંકાવી દીધા હતા. મસુદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવા માટેના પ્રસ્તાવનો ચીને વિરોધ કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો તંગ બનેલા છે ત્યારે મસુદના મામલે લાવવામાં આવેલા પ્રસ્તાવનો ચીને વિરોધ કર્યા બાદ હવે અમેરિકા અન્ય રીતે ચીનને ભીસમાં લેવા માટે તૈયાર છે. મસુદના મામલે ચીને વીટોનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ અમેરિકા અને ચીન આમને સામને આવી ગયા છે. ચીને કહ્યું હતું કે, અમેરિકા મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં મુકવા દબાણ લાવીને સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી કમિટિના અધિકારોને ઘટાડે છે. ચીને એમ પણ કહ્યું છે કે, અમેરિકાના આ પગલાથી આ મામલો વધારે મુશ્કેલીમાં મુકાઈ જશે. પુલવામા હુમલા માટે જવાબદાર મસુદ અઝહરને આતંકવાદ તરીકે જાહેર કરવા હાલમાં જ મોટી પહેલ થઇ હતી. અમેરિકાએ ફ્રાંસ અને બ્રિટનના સહકાર સાથે યુએનની સુરક્ષા પરિષદમાં પાકિસ્તાની આતંકવાદી મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમેરિકાએ આ પગલું બે સપ્તાહ પહેલા ચીન દ્વારા વીટોનો ઉપયોગ કરીને મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા આડે અચડણો ઉભી કરવાના પ્રયાસ કર્યા હતા. અમેરિકા અને ચીન હવે આમને સામને આવી ગયા છે.