રાજુલા નજીક જુની બારપટોળી ગામે ભક્તરાજ ગલાબાપાના આંગણે પૂજય મોરારીબાપુ દ્વારા અને પરમહંસ સંન્યાસ આશ્રમના મહંત ઉર્જા મૈયાની પ્રેરણાથી ભગવાનભાઈ કાતરીયા, હરીભાઈ કારીયા દ્વારા આયોજતી સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ તા. ર-૪ને મંગળવારે બપોરના બેથી સાંજના ૬ વાગ્યા સુધી રાષ્ટ્રની શાન વધારતા ભારત દેશના સરકારમાં વિધવિધ ક્ષેત્ર ફરજ બજાવતા કર્મ કચેરીઓને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવા મહાન સંતો દ્વારા સન્માનિત કરાશે. તેમજ ધર્મસભાનું આયોજન સાથે મહાપ્રસાદનું ભવ્ય રાખેલ છે.