પ્રભાસ તેમજ શ્રદ્ધા કપુરની ફિલ્મને લઇને ઉત્સુકતા વધી

662

શ્રદ્ધા કપુર અને બાહુબલી  ફિલ્મના અભિનેતા પ્રભાસની જોડીને ચમકાવતી ફિલ્મ સાહો હવે ૧૫મી ઓગષ્ટના દિવસે દેશમાં રજૂ કરવામાં આવનાર છે. જેની તમામ તૈયારી કરવામાં આવી રહી છે. ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થઇ ગયુ છે. નિર્માણ બાદની પ્રક્રિયા એક્શન ફિલ્મને લઇને જારી છે.આ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થઇ ગયુ છે.  ફિલ્મને હાલના કાર્યક્રમ  મુજબ વર્ષ ૨૦૧૯માં ૧૫મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે.   પ્રભાસ અને શ્રદ્ધા ફિલ્મમાં સાથે દેખાશે તેવા હેવાલ આવ્યા બાદ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. આ ફિલ્મ ત્રણ ભાષામાં બની રહી છે.  જેથી ઉત્સુકતા વધી ગઇછે. હવે મળેલી માહિતી મુજબ ફિલ્મમાં અનેક હિન્દી ફિલ્મોના ટોપ સ્ટાર  છે.  જેમાં જેકી શ્રોફ, ચંકી પાન્ડે અને મહેશ માંજરેકર  સામે છે.  ટીનુ આનંદ પણ કામ કરી રહ્યા છે. ફિલ્મમાં વિજય કુમારના પુત્ર અને પ્લે બેક સિંગર અરૂણ વિજય પણ કામ કરી રહ્યા છે.

ફિલ્મમાં મલયાલમ સ્ટાર મિસ્ટર લાલ પણ કામ કરી રહ્યો છે. ઉપરાંત નીલ નિતિન મુકેશની પણ ભૂમિકા છે. આફિલ્મ હાઇટેક એક્શન ડ્રામાં ફિલ્મ છે. ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં બની રહી છે.  ફિલ્મમાં હાઇટેક એક્શન સીન રાખવામાં આવ્યા છે. ફિલ્મની પટકથા સુજીતે લખી છે. નિર્દેશનની જવાબદારી પણ તે પોતે અદા કરી રહ્યા છે.

દેશભરમાં બાહુબલી નામથી પ્રભાસ વધારે ઓળખાય છે. તે ફિલ્મ જગતના સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે.શ્રદ્ધા કપુરને પણ મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. ફિલ્મ શ્રદ્ધા કપુર માટે ઉપયોગી છે. પ્રભાસ સાથે ફિલ્મ આવ્યા બાદ શ્રદ્ધા કપુરની કેરિયરમાં તેજી આવી શકે છે. સાથે સાથે તેને દક્ષિણ ભારતની કેટલીક અન્ય મોટી ફિલ્મો હાથ લાગી શકે છે. બીજી બાજુ પ્રભાસ હવે હિન્દી ફિલ્મોમાં પણ એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.

Previous articleવાણીની રિતિક સાથે ફિલ્મનુ નામ શુ રહેશે તેને લઇ ચર્ચા
Next articleસેક્સી લીઝા રે જુદા જુદા સામાજિક કામોમાં વ્યસ્ત