મિયામીઃ સ્વિટ્ઝરર્લેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરર કેનેડાના ડેનિસ શાપોવાલોવને સીધા સેટોમાં ૬-૨, ૬-૪થી હરાવીને મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
સમાચાર એજન્સી એફે અનુસાર, ૩૭ વર્ષીય ફેડરર ૨૦૧૭ બાદ પ્રથમવાર મિયામી ઓપનનો ફાઇનલ રમશે. તેણે ૨૦૧૭માં અહીં ત્રીજીવાર આ ટૂર્નામેન્ટ પોતાના નામે કરી હતી. ફેડરરે શુક્રવારે રાત્રે રમાયેલા પુરુષ સિંગલ્સના સેમીફાઇનલમાં ૧૯ વર્ષના શોપોવાલોવને એક કલાક ૧૩ મિનિટમાં પરાજય આપ્યો હતો.
ફાઇનલમાં ફેડરરનો સામનો અમેરિકાના જોન ઇસ્નર સામે થશે. ઇસ્નરે એક અન્ય સેમીફાઇનલમાં શાપોવાલોવને હમવતન ફેલિક્સ આગુર અલિસીમેને ૭-૬, ૭-૬થી પરાજય આપ્યો હતો.