સિહોરના આઈ સોનલ ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કરાયું

1114
bvn612018-4.jpg

નવ વર્ષની ઉજવણીમાં યુવાધન મદમસ્ત છે. હજુ દેશ અને રાજ્યમાં લોકો નવુ વર્ષ પોતપોતાની રીતે ઉજવી રહ્યા છે તો અનેક જગ્યાઓ પર લોકો ડીજે ડિસ્કોના  તાલે નાચીઝૂમી ને ઉજવણી કરી રહ્યા છે ત્યારે સિહોરના આઈ સોનલ ગ્રુપના યુવાનો આ નવવર્ષ ની દરવર્ષ ની માફક અનોખી રીતે ઉજવણી  કરવામાં આવી હતી.દર વર્ષ માફક આ વર્ષે પણ કડકડતી ઠંડીમાં ગરીબ પરિવારોના ઘરે તેમજ   ફૂટપાથ ઝુપડપટ્ટી વિસ્તારમાં જઈને ગરીબ લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું ઠંડીમાં ઠુંઠવાતા ગરીબ લોકો ને  ધાબળા નું વિતરણ કરી અનોખી ઉજવણી સાથે પોતાની જાત ને એક સારા કામ માટે પ્રોત્સાહિત કરી સમાજ ને એક સંદેશ આપ્યો હતો.ગરીબ દેશ માં અમીરી રૂપી માણસાઈ આજે પણ અમર છે અને આવા જ સંસ્કારી અને ઉદાર લોકો ના કારણે ગરીબ સમાજ મુસીબતો ના સમય ને આસાની થી પસાર કરી રહ્યો છે.ત્યારે આનંદ ના હરએક અવસરે સમાજ સેવા લક્ષી કામ કરી માનવતા મહેકાવવી જરૂરી છે.

Previous articleવિદ્યાર્થીઓ દ્વારા અનોખુ પ્રદર્શન યોજાયું
Next articleએઈડ્‌સ જાગૃતિ અંગે નાટક યોજાયું