કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ જમ્મુ કાશ્મીર અંગે આપેલા નિવેદન બાદ પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ પ્રતિક્રિયા આપી છે. કેન્દ્ર સરકાર આર્ટિકલ ૩૭૦ને ખતમ કરવાનું કામ કરશે તો તેના ખરાબ પરિણામ ભોગાવવા પડશે. આમ કરવાથી ભારતનો જમ્મુ કાશ્મીર સાથે સંબંધ હંમેશા માટે તુટી જશે. તેમણે કહ્યુ કે, આર્ટિકલ ૩૭૦ જમ્મુ કાશ્મીરના તમામ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે.
મહેબૂબા મુફ્તીનું આ પ્રકારનું નિવેદન ત્યારે આવ્યુ જ્યારે અરૂણ જેટલીએ એક બ્લોગ લખીને જણાવ્યુ હતુ કે, પૂર્વ પીએમ જવાહર લાલ નહેરૂનુ વલણ સ્પષ્ટ ન હોતુ જેથી જમ્મુ કાશ્મીરની સમસ્યા વધુ વિકટ બની છે.
કોંગ્રેસે છુપી રીતે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૫-એ લાગુ કરી. જેના કારણે આજે જમ્મુ કાશ્મીરમાં રોજગારી પેદા કરવામાં મુશ્કેલી ઉદભવી છે. નહેરૂની નીતિના પરિણામ જમ્મુ કાશ્મીરની જનતાને ભોગાવવાનો વારો આવ્યો છે.