ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના છૂટાછેડાની ચર્ચા થઇ રહી છે. પ્રિયંકાના લગ્નના ત્રણ મહિના બાદ છૂટાછેડાની ખબરે આવવી ચોંકાવનારી છે. જોકે, આ ચર્ચા ત્યારે શરૂ થઇ જ્યારે એક મેગેઝિને કહ્યું, પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નને ત્રણ મહીના બાદ છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છે. પરંતુ આ ખબરને પ્રિયંકા ચોપડા જોનસની લેટેસ્ટની તસવીરોએ પોસ્ટ કરી આ ખબરને અફવા ગણાવી છે.પ્રિયંકા ચોપડાએ નિક જોનાસ અને પરિવાર સાથે રવિવારે સવારે બે તસવીરો શેર કરી. આ તસવીરોમાં પ્રિયંકા જોનસ ફેમિલી સાથે ખૂબ ખુશ નજરે પડી રહી છે. તસવીરોમાં પ્રિયંકાની સાથે જોનસ બ્રધર્સ અને તેના સાસુ-સસરા પણ નજરે પડી રહ્યા છે. પ્રિયંકાની આ તસવીર છૂટાછેડાની ફેલાયેલી અફવાનો જવાબ માનવામાં આવી રહ્યો છે. પ્રિયંકાએ તસવીરમાં કેપ્શન લખ્યું કે જોનસ બ્રધર્સના પ્રથમ શોમાં સામેલ થઇ. મને ગર્વ છે.જણાવી દઇએ કે એક રિપોર્ટ અનુસાર મેગઝિનનું કહેવું હતું કે ૩૬ વર્ષીય અભિનેત્રી અને ૨૬ વર્ષીય ગાયક એકબીજાથી અલગ થવા માંગે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બન્ને દરેક કમ, પાર્ટી સાથે સમય પસાર કરવાને લઇને ઝઘડે છે. નિક અને પ્રિંયકાએ ઉતાવળમાં લગ્નનો નિર્ણય લીધો.