મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન અને વચ્ચે શનિવારે રમાયેલી આઈપીએલની ૯મી મેચમાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો. પંજબે મુંબઈને ૮ વિકેટથી હરાવ્યું હતું. આ મેચ હાર બાદ રેફરીએ મુંબઈના કેપ્ટન રોહિત શર્માને ધીમી ઓવર-રેટનો દોષી ઠેરવતા દંડ ફટકાર્યો હતો.
મુંબઈની ટીમે પંજાબા સામે ધીમી ઓવર-રેટથી બોલિંગ કરી હતી. રેફરીએ રોહિત શર્માને ૧૨ લાખનો દંડ ફટકાર્યો હતો. આઈપીએલ અનુસાર આ સીઝનનો કોઈ ટીમનો સ્લો ઓવર રેટનો પ્રમથ મામલો છે જેના પર મેચ રેફરીએ કાર્યવાહી કરી હોય. રોહિત સામે આઈપીએલના કોડ ઓફ કંડક્ટ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી.
કિંગ્સે ઇલેવન પંજાબે મુંબઈ ઇન્ડિયન્સને ૮ વિકેટે હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે મેચ જીતવા આપેલા ૧૭૭ રનના લક્ષ્યાંકને કિંગ્સ ઇલેવન પંજાબે ૧૮.૪ ઓવરમાં હાંસલ કરી લીધો હતો. લોકેશ રાહુલ ૫૭ બોલમાં ૭૧ રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.