રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા આદર્શ નિવાસી કન્યા શાળા (અ.જા.), સેક્ટર-૮, ગાંધીનગર ખાતે “Hygiene and Gynecology” માર્ગદર્શન અંગેનો કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો.
આ કાર્યક્રમમાં શાળાની ધો. ૯ અને ધો. ૧૧ની ૭૯ વિદ્યાર્થીઓને તેમની તરૂણાવસ્થામાં થતા વિવિધ ફેરફારો અને તેના દ્વારા ઉદ્ભવતી ખામીઓ અને નિરાકરણ વિશે ગાંધીનગરના જાણીતા ડોક્ટર નિતા શેખાત M.D. D.G.O. (Gold Medalist) દ્વારા માર્ગદર્શન તેમજ આ અંગેના મૂંઝવતા પ્રશ્નો અંગે જરૂરી પગલાંઓની સુંદર સમજ આપવામાં આવી હતી. ડૉ. નિતા શેખાતે આ બાબતની ઝીણામાં ઝીણી બાબતથી પણ વિદ્યાર્થીનીઓને ખૂબ જ સરળ ભાષામાં તેમની આગવી શૈલીમાં માહિતગાર કરાવેલ. વિદ્યાર્થીનીઓએ પણ નિખાલસતાપૂર્વક પોતાના પ્રશ્નોને ડૉક્ટર સમક્ષ રજૂ કરેલ અને તેનું નિરાકરણ મેળવેલ. આ અંગે વધારે માર્ગદર્શન અંગે પણ ડૉક્ટર નિતા શેખાત પોતે આ શાળાના સતત સંપર્કમાં રહેશે તેમ જણાવેલ.
આ માર્ગદર્શન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને ગાંધીનગરના અગ્રણી સમાજસેવિકા શ્રીમતી અમીબેન શાહે વિદ્યાર્થીઓને પ્રસંગોચિત માર્ગદર્શન પુરું પાડેલ. તેઓએ વિદ્યાર્થીનીઓને શારિરીરકની સાથે સાથે વૈચારિક રીતે પણ હિંમત કેળવવા અનેક દાખલાઓના માધ્યમથી સમજ આપેલ.