જમાઈને માર મારવાના ગુન્હામાં સસરા-સાળાને ત્રણ વર્ષની સજા

769
bvn612018-12.jpg

ઘોઘા તાબેના તણસા ગામે પિયરમાં રીસામણે ગયેલી પત્નીને તેડવા ગયેલા પતિ પર સસરા અને સાળાએ પાઈપ વડે માર મારવાનો કેસ આજરોજ ઘોઘા કોર્ટમાં ચાલી જતા કોર્ટે સસરા અને સાળાને ત્રણ-ત્રણ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.
બનાવની મળતી વિગત મુજબ, તળાજા તાલુકાના ધારડી ગામે રહેતા મથુરભાઈ વાઘેલા તેમના પત્ની તણસા ગામે પિયરમાં રીસામણે હોય તેમને તેડવા માટે ગયા હતા. જ્યાં કોઈ બાબતે ઝઘડો થતા મથુરભાઈના સસરા લખમણભાઈ ઉર્ફે લખુભાઈ રામાભાઈ પરમાર અને સાળા ભરતભાઈ લખમણભાઈ પરમારે લોખંડના પાઈપ વડે જમાઈ મથુરભાઈને માર માર્યો હતો.
જે બનાવ અંગે મથુરભાઈ વાઘેલાએ ઘોઘા પોલીસમાં ગુન્હો નોંધાવ્યો હતો. જે અંગેનો કેસ આજરોજ ઘોઘા કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એન.એચ. ખોખરની ધારદાર દલીલો તથા આધાર પુરાવા ધ્યાને લઈ ઘોઘા કોર્ટના જજ નિરવ વ્યાસે સસરા લખમણભાઈ અને સાળા ભરતભાઈને ત્રણ વર્ષની સજા અને રૂા.રપ૦૦-રપ૦૦નો દંડ ફટકાર્યો હતો.

Previous articleસર ગામના પાટીયા પાસે કાર ભડભડ સળગી ઉઠી
Next articleમોટા દેરાસરે આદિનાથદાદાની આજે ર૮૧મી સાલગીરી ઉજવાશે