લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ છે. બન્ને પાર્ટીઓ ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને અસમંજસમાં છે. ભાજપે અત્યાર સુધી ૩ યાદીમાં ૧૯ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણી ગુજરાતના વધુ ચાર નામની જાહેરાત કરી છે. હવે ગુજરાતની કુલ ૨૬ બેઠકમાંથી અમદાવાદ પૂર્વ તથા સુરત અને મહેસાણા બેઠકના ઉમેદવાર જાહેર થવાના બાકી છે. ભાજપ તરફથી આજે આણંદ, પાટણ, જૂનાગઢ અને છોટા ઉદેપુર બેઠક માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. બીજેપીએ જૂનાગઢ બેઠક પરથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપી છે. સાથે જ તાલાળા પેટા-ચૂંટણી માટે બીજેપીએ જસા બારડને ટિકિટ આપી છે.
આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ ધારાસભ્ય પદે ગેરલાયક ઠરતા ચૂંટણી યોજાઈ રહી છે. તાલાળા બેઠક પર લોકસભાની સાથે જ ચૂંટણી યોજાશે.
આણંદ લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે મિતેશ પટેલ આપતા આણંદથી દિલીપ પટેલનું પત્તું કપાયું છે. ભરતસિંહ ડાભી પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ત્યારથી પાટણથી લીલાધર વાઘેલાનું પત્તું કપાયું છે.
જૂનાગઢથી ભાજપના રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે, બીજેપીમાં છોટા ઉદેપુર બેઠક પર ગીતાબેન રાઠવાને ટિકિટ આપવામાં આવે છે. છોટા ઉદેપુરથી રામસિંહ રાઠવાનું પત્તું કપાયું છે. તાલાલા પેટાચૂંટણીમાં ભાજપના જશાભાઈ બારડને ટિકિટ આપવામાં આવી છે.
ચાર ઉમેદવારના નામની જાહેરાત સાથે જ બીજેપીએ કુલ ૨૩ બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. બાકીના ત્રણ બેઠકમાં સુરત, અમદાવાદ પૂર્વ, સુરત અને મહેસાણા બેઠકનો સમાવેશ થાય છે.
ભાજપે ચાર બેઠક પર નામ જાહેર કર્યા
આણંદ બેઠકઃ મિતેષ પટેલ
પાટણઃ ભરતસિંહ ડાભી
જૂનાગઢઃ રાજેશ ચુડાસમા
છોટા ઉદેપુરઃ ગીતાબેન રાઠવા