સિહોરના ગૌતમેશ્વર કુંડના પાછળના ભાગમાં વિશાલ રાજુભાઇ ગોરડીયા ઉવ ૩૮ નામના યુવાનની લાશ મળી હોવાનું જાણવા મળ્યું હતું સ્ટેશનરોડ પર રહેતા વિશાલ ગોરડીયા નામનો યુવક ગઈકાલે સાંજે ઘરેથી ગુમ હતા જેને લઈ પરિવારજનોએ શોધખોળ પણ કરી હતી પણ મળેલ નહિ વિશાલ પરણિત હોય ૧ સંતાન પણ છે પરંતુ કોઈ અગમ્ય કારણો સર મોત વ્હાલું કરેલ ત્યારે વિશાલની લાશ ગૌતમેશ્વર કુંડના પાછળના ભાગમાં આવેલ પાણી માંથી મળી છે બનાવને લઈ પોલીસના બીટ જમાદાર ઇન્દુભા ડી સ્ટાફના ગૌતમ રામાનુજ સહિત કાફલો દોડી જઇ લાશને પાણી માંથી બહાર કાઢી કબ્જો લઈ પીએમ અર્થે લાશને ખસેડવામાં આવી હતી પરંતુ પરિવારજનોએ લાશનું પી.એમ કે કોઈ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું .ત્યારે બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.