વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦મી એપ્રિલના દિવસે ઝંઝાવતી પ્રચારના ભાગરુપે ગુજરાત પહોંચી રહ્યા છે. આની સાથે જ લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદ ફરીથી ચૂંટણી પ્રચારમાં જોડાશે. રાજ્યની ૨૬ લોકસભા સીટ પર ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થશે. ઉમેદવારીપત્રો દાખલ રવાની પ્રક્રિયા જારી છે. ચૂંટણી પરિણામ ૨૩મી મેના દિવસે જાહેર કરાશે. પ્રાથમિક કાર્યક્રમ મુજબ મોદી આણંદમાં ચૂંટણી પ્રચાર કરનાર છે. તેમના અન્ય કાર્યક્રમના સંદર્ભમાં હજુ સુધી કોઇપણ પ્રકારની માહિતી મળી નથી. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. મિશન ૨૬ને પાર પાડવા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જગાવવા માટે મોદી પહોંચનાર છે. તેમના આગમની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.