ભાવનગર એસ.ઓ.જી.ના પી.આઇ. બારોટ અને એલ.સી.બી. પી.એસ.આઇ. જાડેજાની સૂચનાથી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી.ના મહાવીરસિંહ ગોહિલ અને એલ.સી.બી.ના કેવલભાઇ સાંગાને મળેલી બાતમીના આધારે શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના અપહરણ અને પોકસો કલમ હેઠળના ગુન્હાનો ફરાર આરોપી સંજય ઉર્ફે ભોજુ ઓધાભાઇ ખમલ (ઉ.વ.૨૯) રહે.ગામ ખારી તા.સિહોર વાળાને શહેરના ઘોઘોસર્કલ નજીક ગોળીબાર હનુમાનજી તરફ જવાના રસ્તેથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ મથકે સોંપી આપવામાં આવેલ. આ કામગીરીમાં મહાવીરસિંહ ગોહિલ, જગદીશભાઇ મારૂ, મુકેશભાઇ પરમાર તથા કેવલભાઇ સાંગા જોડાયા હતા.