મોડી રાત સુધી પાર્ટી કરતા અકમલને મેચ ફીસના ૨૦ ટકા દંડ ફટકારાયો

561

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચોથા વનડે મેચ બાદ દુબઈમાં મોડી રાત સુધી પાર્ટી કરવા પર ઉમર અકમલને ફટકાર લગાવી અને સાથે જ મેચ ફીસના ૨૦ ટકા દંડ ફટકાર્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે, ટીમ મેનેજર તલત અલીએ આ મામલે સુનાવણી કરી, જેમાં ઉમરે પોતાનો ગુનો સ્વીકાર્યો અને પોતાની આ હરકત માટે માફી માગી ઉમરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે નાઈટ ક્લબમાં જોવા મળ્યો હતો. પીસીબીના કાર્યકારી ડાયરેક્ટર વસીમ ખાને કહ્યું, મને ખુશી છે કે ઉમરને પોતાની ભૂલનો પસ્તાવો છે. તેણે તેને સ્વીકારી લીધી છે અને માફી માગી છે.

Previous articleવર્લ્ડકપ શરૂ થયાના બે સપ્તાહ બાદ પત્નીને ખેલાડી સાથે રહેવા મળશે
Next articleસપના પર સસ્પેન્સ : કુમાર વિશ્વાસને ભાજપમાં લવાશે