લોકસભા ચૂંટણી માટેનો તખ્તો ગોઠવાઇ ગયો છે. ત્યારે દિલ્હીમાં લોકસભાની તમામ સાતેય સાત સીટો પર પ્રભુત્વ જાળવી રાખવા માટેના પ્રયાસો ભાજપે હવે જોરદાર રીતે હાથ ધર્યા છે. આક્રમક પ્રચારના ભાગરૂપે દિલ્હી બાજપના અધ્યક્ષ અને નોર્થ ઇસ્ટ દિલ્હીના સાંસદ મનોજ તિવારીને હવે સ્ટાર પ્રચારક બનાવી દેવામાં આવ્યા છે. મનોજ તિવારી પર ભારતીય જનતા પાર્ટી જોરદાર વિશ્વાસ મુકી રહી છે. એમ કહેવામાં આવે છે કે ત્રીજીથી નવમી એપ્રિલની વચ્ચે પ્રથમ તબક્કામાં જે રાજ્યોમાં મતદાન યોજાનાર છે ત્યાં મનોજ તિવારી ૩૪ સભા કરનાર છે. એકા ઉત્તરપ્રદેશ અને બિહારમાં ૧૦૦થી વધારે જગ્યા પર પ્રચાર માટે મનોજ તિવારીને મોકલ દેવા માટેની માંગ કેન્દ્રિય નેતૃત્વને મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી મનોજ તિવારી મજબુત અને લોકપ્રિય લીડર તરીકે ઉભરી રહ્યા છે. દિલ્હી ભાજપ દ્વારા પ્રચારની પ્રક્રિયા વધારે તીવ્ર કરી દેવામાં આવી છે. આગામી સપ્તાહમાં તમામ ૭૦ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટી ૧૪૦ ઇ-રિક્શા મેદાનમાં ઉતારનાર છે. એવઇડી સ્ક્રીન અને સાઉન્ડ સિસ્ટમની સાથે સજ્જ આ ઇરિક્શા જુદા જુદા વિસ્તારમાં ફરીને કેન્દ્ર સરકારના કામોને લઇને પ્રચાર કરશે. એમ પણ માનવામાં આવે છે કે ભાજપની વિચારધારાથી પ્રભાવિત બોલિવુડના આશરે એક ડઝન જેટલા કલાકારો પણ આવી શકે છે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં સામેલ રહેલા દિલ્હી ભાજપના અદ્યક્ષ અને નોર્થ ઇસ્ટ દિલ્હીના સાંસદ મનોજ તિવારી દ્વારા પ્રચારને લઇને જોરદાર માંગ મળી રહી છે. પાર્ટી દ્વારા પણ મનોજ તિવારીનુ નામ તેના સ્ટાર પ્રચારકોમાં સામેલ રાખ્યુ છે. મનોજ અન્ય પણ પ્રચાર કરનાર છે.