સેંસેક્સ ૧૮૫  પોઇન્ટ સુધરી નવી સપાટી ઉપર

591

શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૮૫ પોઇન્ટ ઉછળીને ૩૯૦૫૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૪૪ પોઇન્ટ ઉછળીને ૧૧૭૧૩ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૯૦૦૦ની સપાટી આજે કુદાવી દીધી હતી. બ્રોડર માર્કેટમાં પણ સંતોષજનક સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સમાં તેજી રહેતા અનેક શેરમાં તેજી જામી હતી. કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. શ્રેણીબદ્ધ શેરમાં તેજી જામી હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ છેલ્લા ચાર વર્ષમાં સર્વશ્રેષ્ઠ રહ્યા બાદ લોકો આશાવાદી દેખાઈ રહ્યા છે. સેંસેક્સમાં આ નાણાંકીય વર્ષમાં ૧૭ ટકાનો વધારો થયો છે જેથી ઇક્વિટી બેંચમાર્ક હવે ઓલટાઇમહાઈ સપાટી ઉપર પહોંચી શકે છે. હાલના નવેસરના પ્રવાહ દર્શાવે છે કે, એફપીઆઈ ભારતીય ઇક્વિટીમાં મજબૂત વિશ્વાસ ધરાવે છે. એફપીઆઈ દ્વારા માર્ચ મહિનામાં ૪૮૭૫૧ કરોડ રૂપિયા ભારતીય ડેબ્ટ અને ઇક્વિટી માર્કેટમાં ઠાલવી દીધા છે. સ્થાનિક ઓટો મોબાઇલ કંપનીઓના આંકડા પહેલી એપ્રિલના દિવસથી જારી કરવામાં આવી રહ્યા છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં સુધારો રહ્યો હતો અને સેંસેક્સમાં ૫૦૮ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા બે મહિનામાં લેવાલી બાદ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાંથી ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સમાં તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેેંસેક્સ ૧૯૮ પોઇન્ટ ઉછળીને ૩૮૮૭૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો તેમાં ૧૯૮ પોઇન્ટનો અથવા તો ૦.૪૨ ટકાનો સુધારો રહ્યો હતો.આરબીઆઈ આ વખતે ચોથી એપ્રિલના દિવસે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતિને ધ્યાનમાં લઇને આરબીઆઈની નાણાંકીય પોલિસી કમિટિ વ્યાજદરમાં ઘટાડો કરીને વિકાસને તેજી આપી શકે છે. ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવ્યા બાદ ધિરાણના દરો કઠોર રહ્યા છે કારણ કે, બેંકો ડિપોઝિટને વધારવાના રસ્તા પર ધ્યાન આપી રહ્યું છે. આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક મહત્વપૂર્ણ છે.

Previous articleદિલ્હી : મનોજ તિવારી સ્ટાર પ્રચારક બન્યા, જોરદાર માંગ
Next articleધાનેરામાં રાયડાના ટોકન લેવા આવેલો ખેડૂતો પર પોલીસનો લાઠીચાર્જ