ગાંધીનગરની કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજ ના વિદ્યાર્થીઓ એ ઉત્કલ દિવસ ની ઉજવણી માં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ગાંધીનગર ઉડીયા સમાજ દ્વારા ૧લી એપ્રિલનાં રોજ આયોજીત રાજ્ય ના ૮૪માં સ્થાપના દિન “ઉત્કલ દિવસની” ઉજવણી ના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી મુખ્યમહેમાન તરીકે તેમજ ન્યાયમૂર્તિ પી.પી.ભટ્ટ (પ્રેસિડેન્ટ આઈ.ટી. એપલેટ ફ્રીન્યુંઅલ) ની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ આયોજિત થયો હતો.
ગાંધીનગર ઉડિયા સમાજ નાં પ્રેસિડેન્ટ એસ.કે.મિશ્રાએ રાજ્યપાલ અને ઉપસ્થીત મહેમાનોને ૮૪માં ઉત્કલ દિવસની ઉજવણી પ્રસંગે આવકાર્યા હતા. રાજ્યપાલ દ્વારા તેમના પ્રેરક ઉદબોધન માં ઉડિયાસમાજ ના લોકો ને રાજ્ય સ્થાપના દિવસ ની શુભકામના પાઠવી હતી. સાથેસાથે પૂર્વ ભારત ની તેમજ પશ્ચિમ ભારત ની સંસ્કૃતિ ના અભૂતપૂર્વ મિલન બાબતે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. તેઓએ જણાવ્યું કે જેમ દરેક ફુલ નીં પોતાની સુંદરતા, સુગંધ અને મહેક છે પણ એ ફુલ માંથી ગુલદસ્તો બને ત્યારે એ દરેક ફુલ નીં શોભા વધી જાય છે ભારત પણ અલગ – અલગ રાજ્યો નીં પોતાની ભાષા, સંસ્કૃતિ, કળા અને રહેણી કહેણી છે પણ દેશ વિવિધતા માં એકતા સાથે દરેક રાજ્યો નીં એકસુત્ર રિત્રે રજુ કરે છે. બન્ને રાજ્યોની સંસ્કૃતિક સમાનતા બાબતે જણાવ્યું હતું તેમજ ઓડીશા ના નાગરિકો કર્તવ્યનિષ્ઠ, તેમજ મહેનતુ હોવાના કારણે ગુજરાત સહીત તમામ રાજ્ય માં તેઓ ની અનોખી ઓળખ ઉભી કરી શકે છે. અને તેઓ ના આ સ્વભાવગત ગુણો ના કારણે માતૃભુમી થી હજારો કિલોમીટર દુર રહી સફળતા મેળવી રહ્યા છે. તેમજ તેઓ ની સફળતા સાથે સહે ગુજરાત ની સફળતા માં પણ ઉત્તરોતર યોગદાન આપી રહ્યા છે. તેમજ પૂર્વ આઇ.ઍ.ઍસ અધિકારી અને જગન્નાથ સાંસ્કૃતિક અને રીસર્ચ એકેડેમી ના ચેરમેન ડો.ઍસ.કે નંદા દ્વારા ભગવાન જગન્નાથ ને યાદ કરી ઓડીશા ની સંસ્કૃતિ બાબતે મહત્વપૂર્ણ બાબત રજુ કરી હતી. ઉડિયા સમાજ ગાંધીનગર ના મહામંત્રી તેમજ ગુજ્કોસ્ટ ના ડિરેક્ટર ડો.નરોત્તમ સાહુ દ્વારા ગાંધીનગર ઉડિયા સમાજ વતી સૌનો આભાર માનવા માં આવ્યો હતો. ડો. રમાકાંતપૃષ્ટિ જોઈન્ટ સેક્રેટરી (ગાંધીનગર ઉડિયા સમાજ) સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કડી સર્વ વિશ્વવિદ્યાલય ના વિદ્યાર્થીઓ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા. જેઓને ગુજરાત તેમજ ઑડિશા રાજ્ય વચ્ચે ની સમાનતા બાબતે અનેક બાબતો જાણવા મળી હતી. તેમજ બંને રાજ્યની અસ્મિતા અને આત્મસ્નમાની નાગરિકો બાબતે વિદ્યાર્થીઓ જાણી અભિભૂત થયા હતા.
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીઍ નાં વિદ્યાર્થીઓ દ્વારા ઇવેંટ મેનેજ કરવા માં આવી. રાજ્યકક્ષા નાં આ કાર્યક્રમ માં બીબીઍ નાં વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ મેનેજમેન્ટ તેમજ અન્ય જવાબદારીઓ નીભાવવા માં આવી હતી. તેમજ તેમણે અભ્યાસક્રમ માં શીખેલી બાબતો નું અમલીકરણ કરવા નો ઉત્તમ મોકો તેઓ ને મળે છે. ઑડિશા થી આવેલ નામાંકિત કલાકારો ઍ પ્રેક્ષકો ને તેમની કલા થી ડોલવ્યા હતા. જેમણે શીવતાંડવ સહીત ની લોકપ્રિય કૃતિ રજુ કરી પ્રક્ષકો ને પૂર્વના આ રાજ્ય ની સાંસ્કૃતિક ઝાંખી કરાવી હતી.