રેશ્મા પટેલ એનસીપીમાં જોડાયા, માણાવદર બેઠક પરથી લડશે પેટાચૂંટણી

774

ભાજપના પૂર્વ નેતા રેશમા પટેલ એનસીપીમાં જોડાયા છે. વિધાનસભા ચૂંટણી પહેલા રેશમા પટેલે પાસ સાથે છેડો ફાડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો અને હવે લોકસભા ચૂંટણી પહેલા રેશમા પટેલે ભાજપનો સાથ છોડીને એનસીપીમાં પ્રવેશ કર્યો છે. રેશમા પટેલ માણાવદર બેઠક પરથી પેટા ચૂંટણી લડશે. એનસીપી પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીના હસ્તે ખેસ ધારણ કર્યો છે.

આ સાથે જ રેશમા પટેલે પોરબંદર લોકસભા બેઠક પરથી પણ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.

ઉલ્લેખનીય છે કે પાસના પૂર્વ કન્વીનર રેશમા પટેલે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કીર્તિ મંદિર ખાતે ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ તેઓએ ઉમેદવારી નોંધાવી હતી.

તેઓએ વિધીવત રીતે અપક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રેશમા પટેલ પોરબંદર ખાતે સૌ પ્રથમ કીર્તિ મંદિરમાં ગાંધીજીને સુતરની આંટી અર્પણ કરી હતી. જો કે હવે તે એનસીપીમાંથી માણાવદરની પેટાચૂંટણી લડશે તેવી માહિતી મળી રહી છે.

પોરબંદરમાં રેશ્મા પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના લોકોની વેદના કોઈ સમજતું નથી. ત્યારે તેઓ લોકોની વચ્ચે રહી અને લોકોના પ્રશ્રોને વાચા આપશે.

પોરબંદર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપે પટેલ જ્ઞાતિના ઉમેદવારોની પસંદગી કરી છે. આગામી સમયમાં પોરબંદર લોકસભા બેઠક ઉપર રસાકસીનો જંગ જોવા મળશે તેવું ચોક્કસપણે કહી શકાય.

Previous articleધોળકા બેઠકની ચૂંટણી વેળા ગેરરીતિ થયાનું કોર્ટનું તારણ
Next articleરાજ્યના અનેક ભાગોમાં પારો ૪૨થી ઉપર