ગોવામાં ચિત્ર પ્રદર્શન યોજાયું : ગુજરાતના ૩૯ ચિત્રકારો જોડાયા

1443
bvn712018-2.jpg

કલા અકાદમી આર્ટ ગેલેરી-ગોવા ખાતે ભાવનગર સહિત ગુજરાતભરના ૩૯ આર્ટીસ્ટોનું ચિત્ર અને ફોટો પ્રદર્શન આજે ખુલ્લુ મુકાયું હતું. 
આ પ્રદર્શન ગોવાના પોલીસ અધિક્ષક કાર્તિક કશ્યપના હસ્તે ખુલ્લું મુકાયું. આ પ્રદર્શન તા.પ/૬/૭ જાન્યુ. ર૦૧૮ સુધી ચાલશે. ભાવનગરના મોટાભાગના આર્ટીસ્ટો ગોવાની આ આર્ટ ગેલરીમાં પ્રદર્શનો કરી ચુક્યા છે. આ પ્રદર્શનનું આયોજન ભાવનગર કલાસંઘના અજય ચૌહાણ, અશોક પટેલ અને અજય જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આવેલા કશ્યપ સાહેબ જણાવ્યું હતું કે ગુજરાતના આર્ટીસ્ટો અહીં સુધી આવે તે ખુબ સારી વાત છે. પ્રદર્શનની સરાહના કરી હતી. પ્રદર્શનનું સંચાલન મીહીર આસ્તિક કર્યુ હતું.

Previous articleભેરાઈ ગામે થયેલ મારામારી લૂંટનો ભેદ ઉકેલાયો
Next articleભંડારિયાની શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો