બાબરા તાલુકા ના કલોરાણા ગામે પરણીત સ્ત્રી સાથે ના પ્રેમ સબંધ માં કુવારા યુવક ની હત્યા થયા ની ચર્ચા વચ્ચે અમરેલી જીલ્લા એલસીબી પોલીસ ટીમ દ્વારા બનાવ નો ભેદ ઉકેલવા સફળતા નજીક હોવાની સાથે યુવક ની કોહવાયેલી લાશ ગામ થી ૫ કિમી દુર જસદણ તાલુકા ના ગોખલાણા ની શિમ ના અવાવરૂ કુવા માંથી શોધીકાઢી અને પાંચ જેટલા ની પૂછપરછ કરવા જીલ્લા પોલીસ માં ઉપાડી જવાયા છે અને બનાવ નો ભેદ ઉકેલવા પોલીસ આશાવાદી બની છે
મળતી વિગત મુજબ કલોરાણા ગામ ના છગનભાઈ પોપટભાઈ સાકળીયા દ્વારા બાબરા પોલીસ મથક માં ગત તા ૨૦ ના રોજ પોતાનો પુત્ર રમેશ ઉવ.૨૨ છેલ્લા ૪ દિવસ પહેલા રાત્રી ના ૧૧ કલાકે ઘેર થી ગુમ થવા અંગે ગુમ નોંધ આપવા માં આવી હતી.
બાદ અમરેલી એલ સી બી પોલીસ માં બનાવ સબંધે જાણથતા અને ગ્રામ્ય ચર્ચા સહિત યુવક ના વાલી દ્વવારા પોતાના પુત્ર ની હત્યા થવા અંગે શંકા વ્યક્ત કરવા માં આવતા એલસીબી ટીમ ના પો.ઇન્સ ડી.કે.વાઘેલા સહિત ની ટીમે તપાસ ના ચક્રો ગતિમાન કરી પાંચ શખ્સો ની ક્રમશઃ પૂછપરછ ના અંતે યુવક ની લાશ બાબરા ના કલોરાણા અને જસદણ તાલુકા ના ગોખલાણા ગામ ની શિમ વિસ્તાર માં આવેલ કુવા માંથી બહાર કાઢી પ્રથમ બાબરા બાદ પેનલ પીએમ માટે ભાવનગર મોકલવા વ્યવસ્થા કરવા માં આવી છે પ્રાથમિક માહિતી મુજબ યુવક ને પરણિત યુવતી સાથે પ્રેમસબંધ માં ગત તા ૧૬ ની રાત્રે યુવતી કે અન્ય દ્વારા ફોન કરી મળવા માટે બોલાવવા માં આવ્યા બાદ કેટલાક શખ્સો દ્વારા યુવક ને માથાના ભાગે ધોકા ના ઘા મારી કાશળ કાઢી નાખી અને લાશ ગામ થી દુર નિર્જન વગડા માં ગોદડા શાલ જેવા કાપડ માં પથ્થર સાથે બાંધી ૧૦ ફૂટ પાણી ભરેલા કુવા માં નાખી દેવા માં આવી હતી. પોલીસ ટીમના સંજય મકવાણા અને અજયસિહ ગોહિલ કિરણ સોલંકી દ્વારા ગ્રામ્ય ચર્ચા અને મૃતક ના પિતા ની કથની ના આધારે ગુમ યુવક અંગે તપાસ હાથ ધરતા ગુમ યુવક નું પ્રેમ સબંધ માં મર્ડર થયા ની હકીકત સામે આવતા પરિવાર જનો માં શોક છવાયો છે.