ભાવનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મનહર પટેલ જાહેર

1351

લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને કાર્યકરોની અકળામણ બાદ આજે કોંગ્રેસ દ્વારા ભાવનગર લોકસભા બેઠક માટે આખરે બોટાદના મનહરભાઈ પટેલનું નામ જાહેર કરતા કોંગ્રેસ પક્ષમાં હાશકારો થવા સાથે પટેલ સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે. મનહરભાઈ પટેલ આવતીકાલ ભાવનગરમાં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવા સાથે ઉમેદવારી પત્ર ભરશે. જેમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મોટી સંખ્યામાં જોડાશે. હવે ભાવનગર લોકસભા બેઠક માટે ભાજપના ભારતીબેન શિયાળ સામે કોંગ્રેસના મનહરભાઈ પટેલનો ચૂંટણી જંગ ખેલાશે.

 

Previous articleગરમીમાં રાહત આપતા લીલા નાળીયેલ
Next articleસેંસેક્સ ૧૮૦ પોઇન્ટ ગગડીને બંધ રહ્યો