હોલિવુડના સુપરસ્ટાર અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયો અને મોડલ કેમિલા મોરોન વચ્ચેના પ્રેમ સંબંધ ફરી એકવાર સપાટી પર આવ્યા છે. બન્ને સાથે નજરે પડી રહ્યા છે. રોમેન્ટિક આઉટિંગ પર બન્ને સાથે દેખાયા બાદ હવે બન્નેના ચાહકોમાં વ્યાપક ચર્ચા જોવા મળી રહી છે. બન્નેના સંબંધને લઇને ચર્ચા છેડાઇ હોવા છતાં બન્ને તરફથી તેમના સંબંધ અંગે કોઇ વાત કરવામાં આવી નથી. વિશ્વસનીય સુત્રોએ કહ્યુ છે કે આ બન્ને કેલિફોર્નિયામાં પશ્ચિમ હોલિવુડમાં બન્ને સાથે દેખાયા હતા. ડી કેપ્રિયો અને મોરોન આઉટિંગ દરમિયાન કેઝ્યુલ લુકમાં નજરે પડ્યા હતા. ગયા વર્ષ બાદથી જ તેમની વચ્ચે સંબંધ મજબુત રીતે જોવા મળી રહ્યા છે. ગયા વર્ષથી તેમની વચ્ચે સંબંધોની ચર્ચા છે. થોડાક સમય પહેલા તેઓ આર્જેન્ટિનાની આ મોડલના આવાસ પર પણ દેખાયા હતા. ઓસ્કાર વિજેતા અભિનેતા ડી કેપ્રિયોની હજુ પણ બોલબાલા દેખાઇ રહી છે. સુપરસ્ટાર ડી કેપ્રિયો હોલિવુડના સૌથી મોટા સ્ટાર સ્ટાર પૈકી એક તરીકે રહ્યો છે. તેની તમામ ફિલ્મો ચાહકો પહેલા જ સપ્તાહમાં જોઇ કાઢે છે. સાથે સાથે તેના ચાહકો પણ મોટી સંખ્યામાં છે. આવી સ્થિતીમાં તેમના પ્રેમ સંબંધની ચર્ચા ચારેબાજુ હાલમાં જોવા મળી રહી છે. તેની ટાઇટેનિક ફિલ્મને ચાહકો હજુ સુધી ભુલી શક્યા નથી. આ ફિલ્મ હોલિવુડની સૌથી મોટી ફિલ્મ તરીકે સાબિત થઇ હતી.
આ ફિલ્મમાં તેની સાથે કેટ વિન્સલેટની યાદગાર ભૂમિકા રહી હતી. તેમની જોડીને ચાહકોએ ખુબ પસંદ કરી હતી. તેમની જોડીને લઇને કરોડો ચાહકોમાં જોરદાર ક્રેઝ પણ જોવા મળ્યો હતો. કેમિલા પણ મોડલ તરીકે દિન પ્રતિદિન વધુને વધુ લોકપ્રિયતા હાંસલ કરી રહી છે.