કૈલાસ માનસરોવર યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ, ૧.૮૦થી લઈ ૨.૫૦ લાખનો ખર્ચ થશે

802

વર્ષ-૨૦૧૯ દરમિયાન કૈલાસ માન સરોવર યાત્રાએ જવા માગતા યાત્રિકો માટે ભારત સરકારની વેબસાઇટ https://kmy.gov.in પર ઓનલાઇન અરજીઓ સ્વીકરવાનું શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ મુજબ, આ યાત્રા માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ નિયત કરવામાં આવી છે. આ યાત્રા જુદા જુદા બે રૂટ પરથી કરી શકાય છે. જેમાં લીપુલેખ પાસ ઉત્તરાખંડ, જેની પ્રથમ બેચ ૮ જૂન ૨૦૧૯ના રોજ અને ૧૮મી એટલે કે છેલ્લી બેચ ૧૫ ઓગસ્ટના રોજ ઉપડશે. આ રૂટ માટે કુલ ૨૪ દિવસનો સમય લાગે છે. આ રૂટ પર આશરે રૂપિયા ૧,૮૦,૦૦૦નો ખર્ચ થાય છે. જ્યારે બીજા રૂટની વાત કરીએ તો વાયા નાથુલા પાસ સિક્કીમ થઇને જઇ શકાય છે. જેની પ્રથમ બેચ ૧૧ જૂનના રોજ અને છેલ્લી એટલે કે ૧૦મી બેચ ૩ ઓગસ્ટના રોજ ઉપડશે. આ પ્રવાસ માટે કુલ ૨૧ દિવસનો સમય લાગે છે. આ રૂટ પર આશરે રૂપિયા ૨,૫૦,૦૦૦નો ખર્ચ થાય છે. આ યાત્રા માટે થનાર ખર્ચની સંપૂર્ણ વિગત અને અન્ય તમામ વિગત ભારત સરકારની વેબસાઇટ https://kmy.gov.in પર સરળતાથી મેળવી શકાય છે. આ અંગે વધુ વિગતો કે માહિતીની જરૂર હોય તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની https://yatradham.gujarat.gov.inરંંસાઇટ પર જોઇ શકાશે.

 

Previous articleદેત્રોલીના ખેતર માલિકે મજૂર મહિલા પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ
Next articleએહમદ પટેલ અને શકિતસિંહ ચૂંટણી નહીં લડે તેવી સંભાવના