વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કરતા જણાવ્યું કે બંગાળના વિકાસની આડે ‘સ્પીડ બ્રેકર દીદી’ ઊભા છે. તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીની તુલના રસ્તા વચ્ચેના અવરોધ તરીકે કરીને મોદીએ લોકોને આ અવરોધ દૂર કરવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન મોદી સિલિગુડીમાં જાહેરસભાને સંબોધી હતી. આજે કોલકાતામાં વડાપ્રધાનની રેલી બાદ મમતા બેનર્જી પણ રેલીને સંબોધશે. હવે મમતા બેનર્જી મોદીના પ્રહારો પર કેવો પલટવાર કરે છે તો જવું રહેશે.
‘અન્ય રાજ્યોમાં જે ગતિએ વિકાસ થયો છે તેટલી ઝડપે બંગાળમાં નથી થયો. આ રાજ્યમાં સ્પીડ બ્રેકર છે જેને દીદી તરીકે ઓળખવામાં આવે છે,’ તેમ મોદીએ ટોણો મારતા જણાવ્યું હતું. મોદીએ જાહેરસભામાં જણાવ્યું કે, ૨૦૨૧માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાશે અને ભાજપના નેતાઓ જાહેરસભામાં જણાવી રહ્યા છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીથી તૃણણૂલના પતનનો આરંભ થશે. મોદીએ દીદી પર પ્રહાર કરતા જણાવ્યું કે, તેઓ ગરીબોની દરકાર નથી લેતા. જો ગરીબી નાબૂદ થશે તો તેમના રાજકારણનો પણ અંત આવશે. આ જ હકિકત સીપીઆઈ(એમ)ને પણ લાગુ પડે છે. વડાપ્રધાને દીદીને પોન્ઝી સ્કીમમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું કે લોકોની પરસેવાની કમાણી આ લોકો લઈને ભાગી ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત યોજનામાં નહીં જોડાવવા બદલ મમતા સરકારની ઝાટકણી કાઢી હતી. આ ઉપરાંત વડાપ્રધાન કિસાન સમ્માન યોજના અને રાજ્યમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ લાગુ નહીં કરવા બદલે મમતા બેનર્જી સરકારની ટીકા કરી હતી.
સિલિગુડીની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, ખૂબ અડચણો પછી પણ તમારો આ ચોકીદાર પશ્ચિમ બંગાળ માટે સતત વિકાસના કાર્યો કરી રહ્યો છે. તમારો આ ચા વાળો અહીં ચાના બગીચામાં કામ કરતાં લોકો માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે. પીએમ મોદીએ કહ્યું, બાલાકોટમાં બદલો લઈને આપણા જવાન પરત આવ્યા તો રડવું બીજા કોઈકે જોઈએ અને રડી બીજુ કોઈક રહ્યું છે. પીડા ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં થવી જોઈએ પરંતુ અહીં તો દુઃખ કોલકાતામાં દીદીને થાય છે. તેમણે કહ્યું કે, મોદી પુરાવા આપે. વડાપ્રધાને કહ્યું કે, જે લોકો ્સ્ઝ્રના ઁટ્ઠઅર્િઙ્મઙ્મ પર ગુંડાગર્દી કરી રહ્યા છે તેમને હું ચેતવણી આપુ છું કે તે લોકો આ બધુ છોડી દે. નહીં તો ભાજપની સરકાર આવતા જ બધુ ઠીક કરી દઈશું