સિહોરની સંસ્કૃતિ સ્કુલ ખાતે સામાન્ય જ્ઞાન કસોટીના ઇનામો

590

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે  સિહોર તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ – ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે લેવાયેલ “ચાલો વિકસીએ – ૨૦૧૯” સામાન્ય જ્ઞાન કસોટીનાં ૨૭૭ તેજસ્વી તારલાઓ અને ૫૦ શાળાઓને તેમજ ભાગ લેનાર ૧૭૫૫ વિદ્યાર્થીઓને શિલ્ડ / પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં આર્શીવચન આપવા પ.પૂ.જીણારામ બાપૂ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડૉ.નલીનભાઈ પંડીત, ડૉ. ભરતભાઈ પંડીત, શ્રી મનહરભાઈ રાઠોડે ખાસ હાજરી આપી હતી.

Previous articleરાજુલા બ્રહ્મસમાજના અગેવાન સેફાદાદાનાં આંગણે મહામંડલેશ્વરોનો મીની કુંભ યોજાયો
Next articleબોટાદ જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં ઉપપ્રમુખ પદે અલ્પાબા ચુડાસમાની વરણી