સિહોરમાં કોલા નામથી ઓળખાતી કેફી સિરપનું થઈ રહેલું ધૂમ વેચાણ !

1169

સિહોર મા છેલ્લા ઘણાજ સમયથી પોલીસ ની ઘોસ વધતા દારૂનું પ્રમાણ ઓછું થયું હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે પરંતુ ઠેર ઠેર દારૂની બોટલો તો જોવા મળતી હોય છે તે વાત પણ પાક્કી છે ત્યારે સિહોર ,પાલીતાણા સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં દારૂની અવેજીમાં એક નવું પીણું આવ્યું છે હાલ માર્કેટમાં ધૂમ મચાવી રહયુછે છતાં કોઈ ને આની ગંભીરતા ની જાણ નથી

દારૂ ની બોટલ માં ભાવ વધારો થયો હોવાનું પણ આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ત્યારે હાઈ ટેકનોલોજી આ ધંધામાં આવી ગઈ છે કોલા નામ થી ઓળખાતી ૧૦૦ બોટલ માર્કેટ માં ઇંગ્લીશ દારૂ ની બોટલ ને ટક્કર મારવા ધૂમ મચાવી રહી છે ત્યારે પિયાસીઓ પણ બોટલ ના આ ભાવ વધારા સામે આ કોલા પીણા તરફ વળ્યાં  છે અને સિહોર માં આવી કોલા (આલ્કોહોલ યુક્ત) બેરોકટોક વેચાઈ રહી છે આ કોલા થી કહેવાય છે કે નશો પણ ચડેછે કારણકે આ માં આલ્કોહોલ નું પ્રમાણ પણ વધારે હોય છે અને આ કોઈ દારૂની વ્યાખ્યામાં નહિ આવતું હોય તેથીજ આવું વેચાણ થઈ રહયુ છે સગીર થી લઈ સિનિયર સિટીજનો નું અત્યારે ફેવરીટ પીણું કોલા જ છે સાંજે,બપોરે કે સવારે આવી બોટલો ચોક્કસ જગ્યાએ વેચાણ થઈ રહી બીજા બિઝનેસ ની આડમાં કોલા -કોલા- જ ચાલી રહ્યું છે આ અંગે ખૂબ ઝીણવટ ભરી આવી ખાલી ૨ થી ૩ બોટલો એકત્રિત કરી તપાસ કરતા આ કોલા એકવા લાઇમ નામથી ઓળખાય છે જેમાં પીવામાટે હાનિકારક શબ્દ નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આઝાદ માર્કેટિંગ મેન્યુફેક્ચરિંગ પ્રા.લિ.અમદાવાદ ૪૦ લખેલું છે  ૫૦ છે ત્યારે બીજી એક બોટલ માં એકવા લવન્ડર લખેલું છે જેનું મેન્યુફેક્ચરિંગ પણ આઝાદ માર્કેટિંગ શ્ મેન્યુફેક્ચરિંગ પ્રા.લિ. અમદાવાદ ૪૦ છે જેની પ્રાઈઝ ૬૦ દર્શાવવામાં આવી છે અને ૭૦ થી ૧૦૦ રૂ માં વહેંચાઈ રહી છે.ખરેખર આવી કોઈ કંપની અસ્તિત્વ મા છે કે નહીં કે પછી આવા માર્કેટિંગ ના નામે ૬૩% થી ૬૮% સુધીની માત્રા વાળી ૧૦૦ ની દારૂની બોટલો જ વેચાઈ રહી છે  અને તે પણ કોઈ પણ પ્રકારના લાઇસન્સ વગર બેરોકટોક વેચાણ શુ આ લોલમલોલ ધંધો યુવાધન ને બરબાદ કરી રહ્યોછે છતાં આંખ આડા કાન શા માટે તેવા લોકોમાં પ્રશ્નો ઉદ્દભવ્યા છે ખરેખર આ પીણું શુ છે કેમ આ ફ્લેવર યુક્ત પીણું પીવાય રહયુછે

આલ્કોહોલ લખ્યુછે પણ કયો આલ્કોહોલ છે તે પણ નથી બતાવાયું ડી.ડાયેથાઇલ થેલેટ ૧% દર્શાવવામાં આવ્યું છે જે પીવામાટે નથી તેમાટે દર્શાવી રહયુછે  છતાં લોકો ગટગટાવી રહ્યા છે આવી બોટલોથી માનવ શરીરને ખુબ જ નુકશાન થાય છે ત્યારે પોલીસે ચોક્કસાઇ કરી યોગ્ય પગલાં ભરવા જરૂરી બન્યા છે.

આ અંગે સિહોર કોઇ ઝડપાશે તો કાર્યવાહી કરાશે

પી.આઈ.પી.આર.સોલંકી નો ટેલિફોનિક સંપર્ક સાધતા જણાવેલ કે આવું પીણું  ગુજરાતમાં ધોમ વેચાઈ છે જેના કેસો પણ ગુજરાતની કોર્ટોમાં ચાલી રહયાછે અને ખરેખર ટોયલેટ ક્લીનર છે આવું પીણું પીધેલી હાલતમાં કોઈ ઝડપાશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.

તપાસ કરીને યોગ્ય પગલાં લેવાશે – એસ.પી.

કોલાના નામે સિહોર સહિત સ્થળોએ વેંચાઇ રહેલી આલ્કોહોલીક સીરપ અંગે તપાસ કરવામાં આવશે અને આવા લોકો સાથે ચોક્કસ યોગ્ય પગલાં ભરવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડા જયપાલસિંંહ રાઠૌરે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

 

બાળકોને સ્કુલબેગ-લંચ બોક્સનું વિતરણ

રેઇનબો ફાઉન્ડેશન અને આરોગ્ય ભારતી ભાવનગર દ્વારા વિદ્યાર્થી સ્વાસ્થ્ય અંતર્ગત વિદ્યાર્થીઓને પાણીની બોટલ, લંચબોક્સ તથા સ્કુલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ડા.પ્રવિણભાઇ ભાવસાર સહિત હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.     તસવીર : મનિષ ડાભી

Previous articleપાલીતાણામાં ૧૩ વર્ષની સગીરા ઉપર શિક્ષકે દુષ્કર્મ કર્યાની રાવ
Next articleવેરાવળમાં રાત્રે નાઇટ પેટ્રોલીંગમાં  નિકળેલી પોલીસ સાથે અથડામણ