બોલિવુડમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી કલ્કી કોચલિને કહ્યુ છે કે તે આ બાબતની ચિંતા કરતી નથી કે બોલિવુડમાં તે ફિટ બેસે છે કે કેમ પરંતુ તે બોલિવુડ ફિલ્મોમાં સ્થાન જમાવી લેવામાં સફળ રહી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીઝમાં તેને કામ મળી રહ્યુ છે તે તેના માટે ખુબ સારી બાબત છે. સ્પર્ધા હોવા છતાં કલ્કી બોલિવુડમાં સ્થાન જમાવી લેવામાં સફળ પુરવાર થઇ છે. કેટલાક પુરૂષો સાથે તેના સંબંધની ચર્ચા પણ સતત રહી છે. તેનુ કહેવુ છે કે તે કોઇ ફિલ્મની રચનાત્મક પ્રક્રિયાને પ્રેમ કરે છે. આમાં જ ખુશી મળે છે. એક ઇન્ટરવ્યુમાં હાલમાં કલ્કીએ કહ્યુ હતુ કે તે ભારતીય સિનેમા તેની જગ્યા બનાવી ચુકી છે અને હવે વધારે તકલીફ આવી રહી નથી. તેનુ કહેવુ છે કે તેને કેટલી પાર્ટીમાં બોલાવવામાં આવી અને કેટલી પાર્ટીમાં ગઇ તેની તેને ચિંતા નથી. તેને માત્ર કામ પસંદ છે. પોતાની ભૂમિકાને ન્યાય આપવા માટે તે સતત પ્રયાસ કરે છે. કલ્કી બોલિવુડમાં દેવ ડી , દેટ ગર્લ ઇન યલો બુટ્સ અને માર્ગારેટ વિધ ધ સ્ટ્રા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. કલ્કી અન્ય અભિનેત્રીઓની પ્રશંસા કરવા માટે પણ જાણીતી રહી છે. જ્યારે કલ્કીની ફિલ્મ વેટિંગ અને રાધિકા આપ્ટેની ફિલ્મ ફોબિયા બોક્સ ઓફિસ પર આવી ત્યારે કલ્કીએ રાધિકાની ભારે પ્રશંસા કરી હતી. તેનુ કહેવુ છે કે તે ટેલેન્ટને પ્રાથમિકતા આપે છે. કલ્કી હાલમાં ફિલ્મો ઉપરાંત અન્ય પ્રોજેક્ટને લઇને પણ વ્યસ્ત બનેલી છે. જેથી વધારે નજરે પડી રહી નથી. તે પોતાની એક અલગ છાપ ધરાવે છે. તેનુ કહેવુ છે કે તે કોઇ એક પ્રકારની ભૂમિકામાં રહેવા માટે ઇચ્છુક નથી. તમામ પ્રકારના પડકારરૂપ રોલ કરવા માટે તે ઇચ્છુક છે. સ્પર્ધામાં તે બિલકુલ વિશ્વાસ કરતી નથી.