ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી આવૃત્તિમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી રહ્યો છે. બુધવારે હાર્દિકે પોતાના ઓલરાઉન્ડ દેખાવ થકી મુંબઈને પોતાની ૧૦૦મી મેચ જીતાડી હતી. મેચ પછી હાર્દિકે કહ્યું કે તે પોતાના પ્રદર્શનથી ઘણો ખુશ છે. છેલ્લા સાત મહિનામાં તેના જીવનમાં કશું સારું થયું નથી. આ સમય અઘરો હતો અને તેણે સંઘર્ષ કર્યો હતો. તેણે વધુ ઉમેરતા કહ્યું હતું કે તેને ખબર જ ન પડી હતી કે તેની સાથે થયું શું હતું. હાર્દિકે કરન જોહરના શૉ કોફી વિથ કરનમાં મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. તે પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેને સસ્પેન્ડ કર્યો હતો. જોકે તપાસ પછી હાર્દિકનું સસ્પેન્સન પાછું લેવામાં આવ્યું હતું.હાર્દિકે કહ્યું કે, ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપીને સારું અનુભવી રહ્યો છું. છેલ્લા ૭ મહિના મારા જીવનમાં ઘણા અઘરા રહ્યા છે. મારા માટે આ સમય સરળ રહ્યો નહતો. હવે મારી રમત સુધારવા મહેનત કરી રહ્યો છુ. મને આશા છે કે ભારત વર્લ્ડકપ જરૂર જીતશે.