લોકસભા ચૂંટણી પહેલા જ નક્સલીઓએ ફરી એકવાર છત્તીસગઢમાં જવાનોને નિશાન બનાવ્યા છે. છત્તીસગઢના કાંકેરમાં ગુરુવારે સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં મ્જીહ્લનાં ચાર જવાન શહીદ થયા છે. જ્યારે અન્ય બે જવાન ઘવાયા છે. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અહીં હાલ પણ એન્કાઉન્ટર ચાલુ છે. એન્ટી નક્સલ ઓપરેશનના ડીજીઆઈ સુંદરાજ પીએ જણાવ્યું કે, ગુરુવાર સવારે નક્સલીઓની ભાળ મળી હતી. જેથી બીએસએફ-૧૧૪ બટાલિયના જવાનો સર્ચિંગ પર નીકળ્યા હતા. પંખાજૂરથી આશરે ૩૫ કિમી દુર પ્રતાપુર વિસ્તારમાં મોહલાના જંગલોમાં જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક જવાન ઈ રામકુષ્ણનનું ઘટના સ્થળે જ શહીદ થયા હતા. બાકીના ત્રણ જવાનોએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પંખાજુર વિસ્તારમાં સંદિગ્ધ પ્રવૃત્તિઓને કારણે મ્જીહ્લના જવાન સર્ચ ઓપરેશન માટે નીકળ્યા હતા. આ દરમિયાન નક્સલીઓએ તેમની પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘટનાની જાણ થતા જ સેનાની ફોર્સને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે.
આ વિસ્તારમાં પોલીસ અને નકસ્લીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.
૧૮ એપ્રિલના રોજ બીજા તબક્કામાં કાંકેરમાં મતદાન યોજાવાનું છે. થોડા દિવસો પહેલા જ નક્સલીઓએ ચૂંટણીનો વિરોધ કર્યો હતો. લોકોએ મતદાન ન કરવાની ધમકી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ નક્સલવાદીઓએ અનેક હુમલા કર્યા છે. જેમાં સામાન્ય નાગરિકો અને જવાનો બંન્નેને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ અગાઉ હોળીનાં દિવસે પણ નક્સલવાદીઓએ બીજાપુરમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા હતા. નક્સલવાદીઓએ એક ૈંઈડ્ઢ બ્લાસ્ટ કરીને વાહનોને ઉડાવ્યા હતા. જેમાં ૯ લોકો ઘાયલ થયા હતા.