બારપટોળી ગામે સરકારી કર્મીઓનો સન્માન સમારોહ

565

બારપટોળીમાં સ્વ. ગલાબાપાને આંગણે પ.પૂ.મોરારીબાપુની ઉપસ્થિતિમાં સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો. પૂજ્ય મોરારીબાપુની ઉપસ્થિતિમાં બાપુએ આશીર્વાદ આપતા કહ્યું કે જેમની પાછળ ક શબ્દ આવે તે લોકો ને સન્માનવા જોઇએ એવું જણાવ્યું અને આશિષ આપ્યા.

આ સંભારણું કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત ગુરૂ ઉર્જામૈયા, સંત વિવેકાનંદ બાપુ, સંત મેઘાપુરી બાપુ, એભલબાપુ વગેરે સંતોએ હાજરી આપી અને આશીર્વાદ આપ્યા તેમજ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, માયાભાઇ આહિર, પીઠાભાઇ નકુમ, દાનાભાઇ ફાફડાવાળા, દાદભાઇ વરૂ, બાબભાઇ જાળોધરા, માધા આતા, ભોળા આતા, કરશનભાઇ કલસરીયા, શૈલેષ મહારાજ, મેરામણભાઇ ગઢવી, ખેતસિંહભાઇ, ભાવસિંહભાઇ, બારપટોળા ગ્રામજનો તથા સરપંચ વગેરેએ હાજરી આપી હતી. બારપટોળી ગામના કાતરીયા લખનભાઇ છગનભાઇ તથા કાતરીયા પરિવારે સરકારી કર્મચારીઓને પૂ.બાપુના વરદહસ્તે સન્માનપત્ર આપીને નવાજ્યા અને આ કાર્યક્રમને નીહાળવા હજારો લોકોની મેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમેશભાઇ કાતરીયા એ જહેમત ઉઠાવી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleજે.જે.મહેતા ગર્લ્સ સ્કુલ દ્વારા વિદ્યાર્થીનીના વાલીનું સન્માન