સિહોરના રામકૃપા મેડીકલ સ્ટોર ધરાવતા અને સામાજિક અગ્રણી એવા અંતુભાઇ તથા સિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનાબેન પરમારના દિકરી કે જેઓ જાપાનમાં ગવર્મેન્ટ સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્યારે ધી. સિહોર એજ્યુકેશન સોસાયટીના સુવર્ણ જયંતી મહોત્સવમાં સંસ્થાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જેઓ ઉચ્ચકક્ષાએ ફરજ કે હોદ્દેદાર હોય તેને સન્માનિત કરવાનું નક્કી કરેલ તેથી આ વિદેશમાં ગવર્મેન્ટ જોબ કરતી સિહોરનું ગૌરવ વધારતી દિકરીનું નામ પણ સન્માનિત કરવાની યાદીમાં હોય જેના વાલીને જાણ કરી સંસ્થાના સુવર્ણજયંતિ મહોત્સવમાં ધી.સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે.જે.મહેતા વિવિધલક્ષી ગર્લ્સસ્કૂલ ખાતે મીરા બુદ્ધભટ્ટી વતી તેમના માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારે મીરા બુદ્ધભટ્ટીના વાલીએ જણાવેલ કે આટલા વર્ષો પછી પણ આ સંસ્થા અમારી દિકરીને નથી ભૂલ્યા તે બદલ સંસ્થાના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.