વલ્લભીપુર શહેર ખાતે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલ સ્વામી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજીક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય જેમાં હાલ આ ટ્રસ્ટ દ્વારા વલ્લભીપુર શહેર ખાતે લગ્ન પ્રસંગો, રેસ્ટોરન્ટ તથા અન્ય પ્રસંગોમાં વધેલા ભોજનનો બગાડ ન થાય તે હેતુથી જે તે સ્થળેથી ભોજન લઇ જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. સાતે ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કાર્ય પણ હાલ ચાલુ હોય તેમજ આ ટ્રસ્ટના યુવાનો દ્વારા પોતાના ખર્ચે અલગ અલગ સ્થળોએથી ભોજન લઇ જ્યાં ગરીબ લોકોને જરૂરીયાતવાળાને ત્યાં જઇ ભોજન પહોંચતું કરતા હોય. સ્વામી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટનું ખૂબ ઉમદુ કાર્ય કરી રહ્યાં હોય જેમાં આ ટ્રસ્ટના પ્રમુખ હાર્દીક ચૌહાણ ભારે જહેમત ઉઠાવી સામાજીક કાર્ય આગળ વધારી રહ્યા છે.