શહેરના જશોનાથ ચોક ખાતે આયુર્વેદિક કોલેજ ગ્રાઉન્ડમાં આવેલા મામાદેવનાં ઓટલાનો દસમો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાયજ્ઞનું આયોજન કરાયેલ જેમાં યજમાનોએ આહુતી આપી પૂજન કર્યું હતું. બપોરે શ્રીફળ હોમાયા બાદ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મામાદેવ મિત્ર મંડળનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી.