કેમરૂન ડાયઝ પડકારરૂપ રોલ કરવા તૈયાર

645

હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કેમરૂન ડાયઝ હજુ  પણ એક્શન અને અન્ય મોટા રોલવાળી ફિલ્મ કરવા માટે ઉત્સુક છે. કેમરૂને એક્ટિંગ છોડી દીધી હોવાના હેવાલને રદિયો આપ્યો છે.  એક્ટિંગથી રિટાયર થઇ રહી હોવાના હેવાલને આખરે રદિયો આપવામાં આવ્યો છે. આની સાથે જ કેમરૂના કરોડો ચાહકોને મોટી રાહત થઇ છે.

કેમરૂન એક્ટિંગથી નિવૃત થવા જઇ રહી છે તેવા હેવાલ હાલમાં પ્રકાશિત કરવામાં આવ્યા બાદ તેના ચાહકોમાં નિરાશા ફેલાઇ ગઇ હતી. જો કે હવે ખુલાસો કરતા કહેવામાં આવ્યુ છે કે હેવાલ આધારવગરના છે. કેમરૂન હજુ અનેક પ્રોજેક્ટ પર કામ કરવાને લઇને ઉત્સુક છે. હાલમાં હેવાલ આવ્યા હતા કે તે નિવૃત થવા જઇ રહી છે. કેમરૂનના પ્રવકતાના ઇન્ટરવ્યુ બાદ ચાહકોમાં નિરાશા હતી. મેટ્રો ડોટ કો ડોટ યુકેના કહેવા મુજબ ઇન્ટરવ્યુમાં કેમરૂન ડાયઝની પ્રવકતા સેલમા બ્લેયરમાં મજાકમાં કહ્યુ હતુ કે કેમરૂન હવે એક્ટિંગ કરનાર નથી. તેના એક્ટિગની સફર પૂર્ણ થઇ ગઇ છે. કેટલાક ચાહકોએ આ વાત ગંભીરતાથી લઇ લીધી હતી. કારણ કે કેમરૂને છેલ્લા પાંચ વર્ષથી કોઇ ફિલ્મ કરી પણ નથી. બ્લેયરે ચાહકોએ ગંભીર નોંધ લીધા બાદ હવે ખુલાસો કરતા કહ્યુ છે કે આ હેવાલ આધારવગરના છે. તે ઇન્ટરવ્યુ વેળા મજાક કરી રહી હતી. ટ્‌વીટર મારફતે બ્લેયરે હવે ખુલાસો કર્યો છે.

ટ્‌વીટમાં કહેવામાં આવ્યુ છે કે તે બ્રેકિંગ ન્યુઝ આપવા જઇ રહી છે અને ન્યુઝ આ છે કે કેમરૂન અંગે તે મજાક કરી રહી હતી. સુપરસ્ટાર કેમરૂન કોઇ ચીજથી નિવૃત થઇ રહી નથી.

Previous articleકરીના કપુરે છોડી દીધેલી ફિલ્મને કંગનાએ સ્વીકારી
Next articleનવી હાઉસફુલ-૪ ફિલ્મને લઇને બોબી આશાવાદીે