વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડા, એમેઝોનના બેઝોસે પત્નીને આપ્યા ૨.૫ લાખ કરોડ

682

એમેઝોનના સીઈઓ જેફ બોઝોસના છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ તેમના પૂર્વ પત્ની મેકેન્ઝી વિશ્વની ચૌથી સૌથી ધનાઢ્ય મહિલા બની ગયા છે. તેમના હિસ્સામાં એમેઝોનના ૪ ટકા શેર આવ્યા છે. આ શેરનું મૂલ્ય ૩૬.૫ અબજ ડોલર (રૂ.૨.૫ લાખ કરોડ) થાય છે. સંયુક્ત શેરોમાંથી મેકેન્ઝીને હિસ્સો આપ્યા બાદ પણ બેઝોસ ૧૧૪ અબજ ડોલર (રૂ.૭.૮૭  લાખ કરોડ)ની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનકુબેર પદે યથાવત છે.

જેફ બેઝોસ અને મેકેન્ઝીના છૂટાછેડાની જાહેરાત એક અમેરિકન મેગેઝઇન ધ ઈન્ક્‌વાયરરે કરી હતી. બેઝોસના લગ્ન જીવનમાં ભંગાણનું કારણ પૂર્વ ટીવી એન્કર લોરેન સાંજેઝ છે. બેઝોસ અને સાંચેઝ રિલેશનશિપમાં છે. મેગેઝીને બન્નેના ખાનગી મેસેજ અને તસવીરો પણ પ્રક્ટ કર્યા હતા. મેગેઝીને દાવો કર્યો હતો કે બેઝોસ સાંજેઝને અશ્લીલ મેસેજ અને તસવીરો મોકલતા હતા. બેઝોસે આની તપાસ કરવાતા એજન્સીએ રિપોર્ટમાં જણાવ્યું કે સાઉદીએ તેમનો ફોન હેક કરીને આ ગુપ્ત મેસેજ અને તસવીરો લીક કરી હતી.

છૂટાછેડા માટેના થયેલા કરાર મુજબ મેકેન્ઝીએ સંયુક્ત શેરમાંથી ૭૫% બેઝોસને આપવા અને ૨૫% પોતાની પાસે રાખવા તૈયારી દર્શાવી હતી. બન્ને પાસે એમેઝોનના ૧૬% શેર હતા જ પેકી ૪% હવે મેકેન્ઝી પાસે છે. જો કે મેકેન્ઝીએ પોતાના હિસ્સાના વોટિંગ રાઈટ બેઝોસને આપી દીધા છે. બેઝોસના ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટ અને સ્પેસ કંપની બ્લૂ ઓરિજિનમાં પણ તેમણે કોઈ હિસ્સેદારી માંગી નથી.વિશ્વની સૌથી સંપત્તિવાન ત્રણ મહિલાઓ  ફ્રેન્કોઈસ મીયર્સ (લોરિયલ, ફ્રાન્સ  ૫૩.૭ અબજ ડોલર),  એલિસ વોલ્ટન (વોલમાર્ટ, યુએસ) ૪૪.૨ અબજ ડોલર, જેકલીન માર્સ (માર્સ, યુએસ) ૩૭.૧ અબજ ડોલર

Previous articleઅત્યાર સુધીની સૌથી ખરાબ પીચ કોટલાની હતી : પોન્ટિંગ
Next articleરાહુલ ગાંધી પાસે ૧૫ કરોડની સંપત્તિ : હેવાલમાં ધડાકો થયો