દક્ષિણ સરદારનગર વોર્ડમાં નર્મદા રથની આરતી ઉતારી

821
bvn1282017-7.jpg

ભાવનગર મહાપાલિકા દ્વારા મા નર્મદા રથ મહોત્સવ અન્વયે તા.૮-૯ના રોજ વોર્ડ નંબર-૧૧ દક્ષિણ સરદારનગર વોર્ડમાં દુઃખીશ્યામબાપા સર્કલ પાસેથી મા નર્મદા રથ યાત્રાનો પ્રારંભ કોર્પોરેટર કિશોરભાઈ ગુરૂમુખાણી, કોર્પોરેટર અનિલભાઈ ત્રિવેદી, કોર્પોરેટર દિવ્યાબેન વ્યાસ, ગીતાબેન વાજા, પદાધિકારીઓએ તથા અધિકારીઓએ મા નર્મદા રથની આરતી ઉતારી પ્રસ્થાન કરાવેલ. જે રથ ભરતનગર ચોકડી, સીતારામ ચોક, ભરતનગર આસ્થા ટેનામેન્ટ, ૪પ મી. ડી.પી. રોડ, તરસમીયા વિસ્તારમાં ફરેલ. આ રથનું જુદા-જુદા વિસ્તારોમાં ૧રરપ લોકો આ રથના કાર્યક્રમમાં જોડાયેલ અને જુદા જુદા વિસ્તારોમાં વેપારીઓ તથા સંસ્થાઓ, નગરજનોએ આરતી ઉતારી સ્વાગત કરેલ.

Previous articleબોરતળાવ વોર્ડમાં નર્મદા રથનું સ્વાગત
Next articleભુંભલી પ્રા. શાળામાં શિક્ષક દિન ઉજવાયો