દોઢેક વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેતી ગંગાજળીયા પોલીસ

640

ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ આર.જે.શુકલા સાહેબ.તથા ડી.સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો દશરથસિંહ ગોહિલને  બાતમીરાહે હકીકત મળેલ કે, ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ઠગાઇ  વિગેરે મુજબના ગંભીર ગુનાનો છેલ્લા દોઢેક વર્ષ થી નાસતો ફરતો આરોપી લાલાભાઈ મેરાભાઈ ઘોઘારી રહે આઝાદ નગર રામમંત્ર મંદિર પાસે ભાવનગરવાળો ગંગાજળિયા તળાવ હેવમોર ચોક પાસે ઉભેલ છે તેવી હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ સદર આરોપી  મળી આવતા જે છેલ્લા દોઢેક વર્ષ થી ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો હોય જેને પકડી પાડવામાં ગંગાજળિયા પોલીસ સ્ટાફને સફળતા મળેલ છે. આ ઈસમ અગાવ પણ અનેક ગુન્હા માં સંડોવાયેલો હતો જેથી તેને  ઘોઘારોડ પો.સ્ટે વાળા તરફ થી સને ૨૦૦૫ મા તડીપાર કરી સુરત ખાતે મોકલી આપેલ હતો. આ કામગીરીમાં સ્ટાફ ના કે.જી.મયા, દશરથસિંહ ગોહિલ, તરૂણભાઈ નાદવા, મનદીપસિંહ ગોહિલ, હિરેનભાઈ મકવાણા  તથા રૂપદેવસિંહ રાઠોડ જોડાયા હતા.

Previous articleસિંધી સમાજ દ્વારા મહાપર્વ ચેટીચંડની ઉજવણી કરાશે
Next articleનર્મદા સિમેન્ટ એપ્રોઇઝ કામદાર સંઘના પ્રમુખ તરીકે કરણભાઇ બારૈયાની વરણી