હાલમાં અગનવર્ષામાં નગરવાસીઓને ગરમીથી રાહત માટે છાશ પીવી આરોગ્યની દૃષ્ટિએ ઉત્તમ ગણવામાં આવે છે. આથી નગરમાં રહેતા ચાર યુવાનોએ છાશનું વેચાણ શરૂ કર્યું છે.
છાશના વેચાણથી થતી આવકમાંથી સામાજિક સેવાના કાર્યો કરવામાં આવશે. નગરના મન, મેઘ, ફેરીન અને શૈલના કાર્યને સમાજમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.