અંબાજી મંદિરમાં ઘટસ્થાપન વિધિ સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, ભક્તોની ભારે ભીડ

597

વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં આજે ઘટસ્થાપન વિધિ સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાંથી ભક્તોની મોટી ભીડ સવારથી જ દર્શન માટે આવી છે. મંદિરના મુખ્યપુજારી, પ્રાંતઅધિકારી અને હિસાબી અધિકારીની ઉપસ્થિતી માં ઘટસ્થાપન વિધિ સંપન્ન થઈ હતી.

ઘટસ્થાપન વિધિમાં સાત પ્રકારના અનાજ મિશ્રીત અનાજના જવેરા પણ વાવવામાં આવ્યા છે. આ ઘટસ્થાપનમાં વાવવામાં આવતા જવેરા નવમાં દિવસે ઉગતાં જોઇને ખેડુતો માટેનું વર્ષ કેવું રહેશે તેનો પણ અંદાજ નિકાળવામાં આવે છે.

Previous articleગાંધીનગર વસાહત મંડળ દ્વારા ૩૯૦૦ બાળકોને પગરખાં અપાયા
Next articleબસના ચેસિસ-એન્જિન નંબર બદલવાનાં કૌભાંડમાં પીઆઈ સહિત ૪ પોલીસકર્મી સસ્પેન્ડ