જ્ઞાનસરિતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બોટાદ જીલ્લાના રાણપુરની લોકપ્રિય સર્વોદય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કુલ ખાતે પાંચમો વાર્ષિક આનંદોત્સવ ઉજવાયો હતો.જેમાં વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ્સ કંપનીના ચેરમેન અને ઉદ્યોગપતિ વિશાલભાઈ મકવાણા,રાણપુર પી.એસ.આઈ -એમ.જે. સાગઠીયા, રાણપુર એ.પી.એમ.સી.ના ચેરમેન નરેન્દ્રભાઈ દવે,બોટાદ જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા કનકબેન સાપરા, એડવોકેટ, જગદીશભાઈ દલવાડી,રાણપુર સરપંચ અબ્બાસભાઈ ખલાણી,અટીવીટી સદસ્ય સુરેન્દ્રસિંહ પરમાર સહીત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.હોશિયાર વિદ્યાર્થીઓ અને સર્વોદય સ્કુલમાં ભણેલા અને હાલ સરકારી હોદાપર ફરજ બજાવતા વિદ્યાર્થીઓનુ મહાનુભાવો ના હસ્તે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ પ્રકારની ૨૧ કૃતિઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં રજુ કરવામાં આવેલ કૃતિઓ નિહાળી ને મહાનુભાવો સહીત દરેક લોકો આનંદવિભોર થયા હતા.પાંચમો આનંદોત્સવ કાર્યક્રમમાં રાણપુર સહીત આજુબાજુ ના ગામોમાં માંથી મોટી સંખ્યા માં લોકો હાજર રહીને કાર્યક્રમ નિહાળ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વોદય સ્કુલના સંચાલક અશોકસિંહ ડોડીયા સહીત સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.