ભાવનગર લોકસભા બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલનાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું આજે પ્રદેશનાં હોદ્દેદાર ર્સિદ્ધાર્થ પટેલનાં હસ્તે વિકટોરીયા પાર્ક સામે ઇસ્કોન પાસે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ રાઠોડનાં અધ્યક્ષ સ્થાને ઉદ્દઘાટન સમારોહ યાજાયો હતો. જેમાં શહેર પ્રમુખ રાજેશ જોશી, ધારાસભ્ય પ્રવિણ મારૂ, કનુભાઇ બારૈયા, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો તેમજ શહેર-જિલ્લાનાં કોંગ્રેસના હોદ્દેદારો, વિવિધ સમાજનાં આગેવાનો, કાર્યકરો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને ભાજપના વર્તમાન સાંસદ અને ઉમેદવાર સામે આક્ષેપો કરવા સાથે ભાવનગરનાં વિકાસનાં બદલે તેમણે પોતાનો વિકાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.
ભાવનગર બેઠક ઉપરથી કોંગ્રેસના મનહરભાઇને જીતાડવા શહેર-જિલ્લાના આગેવાનો બંને કાર્યકરોએ આપસી મતભેદ ભૂલીને કાર્ય કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.