ભાવનગર જીલ્લાના મહુવા નાયબ પોલીસ અધિક્ષક આર.એચ.જાડેજા ખાસ ઝુબેશ હાથ ધરેલ તેના ભાગ રૂપે પો.ઇન્સ. ડી.એમ.મિશ્રાની સુચના તથા પો.સબ ઇન્સ જી.એ.બીલખીયાના માર્ગદર્શન હેઠળ મહુવા ડી.સ્ટાફ.ના કર્મચારી વી.એન.રાણા, પી.આર ગોહિલ, ડી.આર.ગોહેલ, બનેસંગભાઇ મોરી, નરેશભાઇ બારૈયા, જયેશભાઇ શિયાળ, અશોકભાઇ પંડયાની એક ટીમ તૈયાર કરવામાં આવેલ જેમાં બનેસંગભાઇ મોરી તથા જયેશભાઇ શિયાળને મળેલ બાતમી આધારે મહુવા પોલીસ સ્ટેશનના અપહરણ સહિતના ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપી રાજુભાઇ અરજણભાઇ શિયાળ ઉ.વ.૨૦ રહે. નાના પીપળવા તથા એક સગીરા નાના પીપળવા હાલ બન્ને ભાવનગર તાલુકો શિહોર તાબે દેવગાણાગામની વાડી વિસ્તાર થી પકડી પાડી મહુવા પો.સ્ટે. લાવી ગુન્હાના કામે આરોપી રાજુભાઇ અરજણભાઇ શિયાળ ઉ.વ.૨૦ રહે. અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.