દહેગામ તાલુકાના રખિલાયમાંથી પોલીસે કારમાંથી ૨.૨૬ લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. રખીયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી. બી. દેસાઈનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે રખિયાલ બજારમાંથી મોડાસા તરફથી આવતી ફોર્ડ કંપનીની ઈન્ડેવર ગાડીમાં નં જીજે – ૦ર – એસી – ૯૯૩૩માં ગેરકાયદેસર રીતે દારૂની હેરફેર થવાની છે. બાતમીના આધારે પોલીસે કારને રોકીને તપાસ કરતાં ગાડીમાંથી વિદેશી દારૂની ૩૨૪ બોટલો મળી આવી હતી. પોલીસે ૨,૨૬,૮૦૦ની કિંમતનો દારૂનો જથ્થો, ૪ લાખની કિંમતની કાર, ૨૫૦૦ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ મળી કુલ ૬,૨૯,૩૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂના જથ્થા સાથે ચંદ્રેશ શાંતિલાલ કંટારીયા અને રવિ ઉર્ફે બુકો દિનેશભાઈ ચૌહાણ ઝડપાયા છે. પોલીસે બંને વિરૂદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસે આરોપીઓ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા છે અને ક્યાં લઈ જઈ રહ્યા હતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.અટકળો ચાલી રહી છે.