RJDએ જાહેર કર્યું ઘોષણાપત્રઃ દલિત-પછાતોને જનસંખ્યાના આધેર અનામત આપશે

443

રાષ્ટ્રીય જનતા દળે લોકસભાની ચૂંટણી માટે સોમવારે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. તેજસ્વી યાદવે પોતાના મેનિફેસ્ટોને ’પ્રતિબદ્ધતા પત્ર’ નામ આપ્યું છે. આ મેનિફેસ્ટોમાં સરકારી નોકરીમાં પ્રમોશન, અનામત, ખાનગી ક્ષેત્રમાં અનામત અને બદલી રોકવાના પ્રયાસોની વાત કરવામાં આવી છે. આ સિવાય તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, કોર્ટમાં પણ દલિત-બહુજનના પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવામાં આવશે.

તેજસ્વી યાદવે પોતાના મેનિફેસ્ટોમાં વસ્તી આધારે અનામત આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત જીડીપીના ચાર ટકા આરોગ્ય પાછળ  ખર્ચાશે. સાત અને આઠ ધોરણ પાસ વિદ્યાર્થીઓને પણ લશ્કરમાં ભરતી કરવામાં આવશે. આ સિવાય રોજગારી વધારવા માટે એક્શન પ્લાન પણ બનાવવામાં આવશે.

આ સાથે તેમણે જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી લાવવામાં આવશે. એટલું જ નહીં યાદવે કોંગ્રેસની ન્યાય યોજનાને પણ સમર્થન આપ્યું હતું. ગરીબ સવર્ણોના અનામતનો મુદ્દો ઉઠાવતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, મોદી સરકારે અમીર સવર્ણોને અનામતનો લાભ આપ્યો છે.

Previous articleરાજ્યમાં આગઝરતી ગરમી યથાવત
Next articleમાલ્યાને ફટકો : પ્રત્યાર્પણની સામે અરજીને અંતે ફગાવાઈ