તા. ૬ એપ્રિલ શનિવારના રોજ ઘોઘા સૃકલ પાસે આવેલ કબ્રસ્તાનની બહારની બાજુએ સંતોષભાઈ કામદારના પરિવારના સૈજન્યથી ગ્રીનસીટીના સભ્યો દ્વારા લીમડા તથા પેન્ટાફોરમના ૧પ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે લીમડો તથા પેન્ટાફોરમના વૃક્ષો ઉનાળામાં ઝડપથી વધે છે. ફકત આ વૃક્ષોને પાણી નિયમિત મળી રહેવું. જોઈએ અને અમારી ગ્રીનસીટી સંસ્થા આ બાબતમાં ખુબ જ જાગૃત છે. હાલમાં દરેક વૃક્ષોને અઠવાડીયામાં બે વખત ગ્રીનસીટીના ટેનકર દ્વારા ભરપુર પાણી પવાય રહ્યું છે. આ કાળજીના કારણે જ ગ્રીનસીટીએ કરેલ વૃક્ષારોપણના લગભગ ૯પ ટકા વૃક્ષો ઉછરીને મોટા થઈ જાય છે. ગ્રીનસીટીનું આ ભગીરથ કાર્ય શહેરના જુદા જુદા દાતાશ્રીઓના સહયોગથી થઈ રહ્યું છે. ગ્રીનસીટી સંસ્થા શરૂ થઈ ત્યારથી સંતોષકભાઈ કામદાર પરિવારના દર વર્ષે સહયોગ મળી રહ્યો છે. આ માટે દેવેનભાઈ શેઠએ સંતોષભાઈ કામદારનો આભાર વ્યકત કર્યો હતો. આ વૃક્ષારોપણમાં ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ ઉપરાંત અર્જુનભાઈ માલાણી, ઝેક ઝાલા, મેઘા જોશી, અલકાબેન મહેતા, કિર્તન મહેતા, હસ્તીમ ોદી, મુરતુઝા તથા મુકેશભાઈ પરીખ હાજર રહ્યા હતાં.